દેખ તેરે સંસાર કી હાલત કયાં હો ગઇ ભગવાન… ભીખ માંગો, ઉછીના લ્યાવો કે ચોરી કરો પણ “પ્રાણ વાયુ” આપો !!

0
15

દરેક જરૂરિયાતમંદ સુધી ‘પ્રાણવાયુ’ પહોચાડવા દિલ્હી હાઈકોર્ટની કેન્દ્ર સરકારને ટકોર: ફેકટરીઓ, ઓકિસજનની રાહ જોઈ શકે પણ માણસ નહીં !!

દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન, કીતના બદલ ગયા ઈન્સાન… હાલની મહામારીની પરિસ્થિતિ જોતા અને તેના પાછળના કારણો પર ગહન વિચાર-વિમર્શ કરતા આ ગીત યાદ આવી જ જાય. ટચૂકડા એવા વાયરસે વિશ્ર્વભરમાં કેવો હાહાકાર મચાવી દીધો છે. પાછલા થોડા દિવસોથી જ જે પરિસ્થિતિ ઉભી થઈ છે. તેનું તો વર્ણન કરવું પણ મુશ્કેલ છે. પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિક પાછળ જવાબદાર કોણ ?? કોને આ વાયરસને આમંત્રણ દીધું ?? થોડુ વિચારશો ત્યાં જ તરત લાઈટ ઝબુકશે કે આ પાછળ બીજું કોઈ નહીં, આપણે જ જવાબદાર છીએ. વૃક્ષોનું નિકંદન, જંગલોમાં આગ વધતા જતા પૃથ્વીના તાપમાન વગેરેને કારણે જ હવામાનમાં મોજુદ વાયરસ-બેકટેરિયા વધુ તાકાતવાન થયા છે. વૈશ્ર્વિક મહામારીની આ પરિસ્થિતિમાં આજે વિશ્ર્વભરમાં ‘પૃથ્વી દિવસ’ની ઉજવણી થઈ રહી છે. પરંતુ શું માનવજાતની ‘માતા’ ગણાતી આ પૃથ્વી સુરક્ષીત છે ?? દિન પ્રતિદિન હવામાનમાં “પ્રાણવાયુ” માત્રા ઘટી રહી છે. આજે એટલે જ તો કોરોના વાયરસ “પ્રાણવાયું” પર ત્રાટકી પ્રાણ છીનવી લેવા સક્ષમ બન્યો છે. જે ‘પ્રાણવાયુ’ આપણને અત્યાર સુધી મફતમાં મળતો તે હવે મોંઘોદાટ થઈ ચૂકયો છે. અરે, મસમોટી રકમ ચૂકવી પણ તેને ખરીદવા માટે લોકો ફાફા મારી રહ્યા છે. આપણે ઝાડ-વૃક્ષો, જંગલો, પશુ-પક્ષીઓ સહિતની તમામ કુદરતી અમૂલ્ય દેનને મહત્વ ન આપી અત્યાર સુધી ખૂબ કનડગત કર્યા છે. અને હવે, આવા વાયરસ તો કયાંક ધરતીકંપ તો કયાંક પૂર વગેરે જેવા કુદરતી આફતોના માધ્યમ થકી આપણે કનડગત થઈ રહ્યા છીએ.

આજે ‘પૃથ્વી દિવસ’; મહામારીના સમયમાં નવો સંકલ્પ કરીએ ‘ચાલો’ પૃથ્વીને બચાવીએ, વસૂંધરાના વાતાવરણને ‘હરિયાળુ’ બનાવીએ !

વૈશ્ર્વિક મહામારીમાં સૌ કોઈને એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે કુદરત રૂઠે તો માનવજાત પર શું-શુ આફતો આવી શકે છે. કોરોનાને કારણે કુદરતે ગોઠવેલી સીસ્ટમ પ્રમાણે અત્યાર સુધી જે “પ્રાણવાયુ” મળી રહ્યો હતો તેમાં ઘટ સર્જાઈ છે. આથી જ “કૃત્રિમ પ્રાણવાયુ‘’ની જરૂર ઉભી થઈ છે. પરંતુ એમાં પણ અછત સર્જાઈ છે. સ્થિતિ એવી ગંભીર બની છે કે, વિશ્ર્વભરનાં દેશો, ડોકટરો-વૈજ્ઞાનિકો અને શોધખોળ કરતા આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ કોરાનાને કાબુમાં લેવા નિષ્ફળ નીવડી રહ્યા છે. દેશના અનેક રાજયો મોટા જોખમમાં મૂકાયા છે. પ્રાણવાયુની અછતના કારણે દર્દીઓનાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ વચ્ચે સ્થિતિને જોતા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, ભીખમાંગો, ઉછીના લ્યો કે ચોરી કરી પણ ‘પ્રાણવાયું’ આપો. ‘પ્રાણવાયું’ની વહેંચણી પ્રક્રિયાને વધુ સુદ્દઢ બનાવી જરૂરીયાતમંદ દરેક દર્દી સુધી પહોચાડો લોકો હોસ્પિટલની બહાર રઝળી રહ્યા છે.

મફતમાં મળતો ‘પ્રાણવાયુ’ આજે મોંઘોદાટ થયો, કૃત્રિમ પ્રાણવાયુ’ પણ ઘટતા સેંકડો લોકોના છીનવાઈ રહ્યા છે ‘પ્રાણ’

કોરોનાએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે. ખરેખર જોઈએતો આ પરિસ્થિતિ પાછળ માનવજાત જ જવાબદાર છે. પ્રાણવાયું અંગે આ વાત જાણીને તમને જરૂર નવાઈ લાગશે કે, એક માણસ એક દિવસમાં 3 સીલીન્ડર ભરાઈ જાય એટલો કુદરતી ‘પ્રાણવાયુ’ લે છે એક સિલિન્ડરની કિમંત રૂ.700 ગણીએ તો એક માણસ આખા દિવસમાં 700ડ્ઢ3=2100 રૂપિયાનો પ્રાણવાયું ગ્રહણ કરે છે. અને એક વર્ષ દરમિયાન રૂ.7,66,500 રૂપિયાનો પ્રાણવાયું લે છે. અને જો માણસની સરેરાશ ઉંમર 65 વર્ષ ગણીએ તો તે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન રૂપિયા પાંચ કરોડનો પ્રાણવાયું લે છે. જે આપણને ઝાડ-ફૂલ-પાન જંગલો દ્વારા મળે છે.વિચારો જરા.. આજે મોંઘોદાટ થયેલો પ્રાણવાયું આપણને અત્યાર સુધી મફતમાં મળતો હતો. હવે, પરિસ્થિતિને સમજી વૃક્ષો-જંગલો કાપવાનું બંધ કરીએ અને આપણી પૃથ્વીને ‘હરિયાળી’ બનવા દઈએ તેમજ આપણે પોતે પણ હરિયાળી ભર્યું જીવન જીવીએ મહામારીના આ સમયમાં નવો સંકલ્પ કરી અને વસૂંધરાના વાતાવરણને હરિયાળુ બનાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here