- દિલ્હીને છેલ્લી 3 ઓવરમાં 39 રનની જરૂર હતી અને આશુતોષે એકલા હાથે મેચને પલટી નાખી: વિપરાઝની માત્ર 15 બોલમાં 39 રન શાનદાર ઇનિંગ
આઇપીએલ 2025નો ચોથો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હતો. જેમાં દિલ્હીએ લખનૌને 1 વિકેટથી હરાવ્યું છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. લખનૌની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 209 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 19.3 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. લખનઉના નિકોલસ પૂરને 30 બોલમાં 75 રનની ઈનિંગ રમી. મિશેલ માર્શે 36 બોલમાં 72 રન બનાવ્યા હતા.પ્રથમ બેટિંગ કરતા લખનૌએ નિકોલસ પૂરન અને મિશેલ માર્શની તોફાની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સે માત્ર 7 રનમાં 3 વિકેટ અને 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હોવા છતાં આશુતોષ શર્માના જોરદાર પ્રદર્શનથી જોરદાર વાપસી કરી અને છેલ્લી ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
મેચમાં આશુતોષ શર્માએ ફરી એકવાર પોતાનો ફિનિશર અવતાર બતાવ્યો. ગત સિઝનમાં પંજાબ કિંગ્સ માટે રમતી વખતે શશાંક સિંહ સાથે મળીને ઘણી મેચોને શાનદાર રીતે પૂરી કરનાર આ ખેલાડીએ નવી સિઝનની પ્રથમ મેચમાં પણ તે જ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. આ વખતે ટીમ નવી હતી પરંતુ તેની સ્ટાઈલ એ જ હતી અને તેના જ આધારે તેણે દિલ્હીને તેના આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી જીત અપાવી હતી.લખનૌએ આપેલા 210 રનના લક્ષ્યના જવાબમાં દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમ દ્વારા નકારવામાં આવેલા શાર્દુલ ઠાકુરને મોહસીન ખાનની ઈજાને કારણે આ સિઝનમાં રમવાની તક મળી અને આ બોલરે પહેલી જ ઓવરમાં લખનૌ માટે બેવડી સફળતા મેળવી હતી. ત્યારબાદ બીજી ઓવરમાં ત્રીજી વિકેટ પણ પડી ગઈ અને થોડી જ વારમાં દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. માત્ર 40 બોલમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ દિલ્હીની હાર લગભગ નિશ્ચિત જણાતી હતી, પરંતુ આશુતોષ શર્માએ બાજી પલ્ટી નાખી હતી.
પૂરને સ્ટબસની એક ઓવરમાં જ 28 રન ઝૂડ્યા
આઇપીએલ 2025નો ચોથો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હતો. જેમાં દિલ્હીએ લખનૌને 1 વિકેટથી હરાવ્યું છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં સ્ટબસની એક જ ઓવરમાં પૂરને 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારી કુલ 28 રન લીધા હતા.