Abtak Media Google News

આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દિનેશભાઇ જોષીએ મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકરો સાથે મળી કેક કાપી

વિધાન સભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં અને સંભવિત ઉમેદવારો સક્રીય બન્યા છે. કાર્યકરોને ખુશ કરવા અને મતદારોને રિઝવવા અત્યારથી જ પ્રયાસો શરૂ થયા છે. આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ દિનેશભાઇ જોષીએ રૈયા રોડ પર આવેલા બ્રહ્મ સમાજની વાડી ખાતે આપના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલના 54મો જન્મ દિવસની આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે કેક કાપી ઉજવી ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત આપના હોદેદારો અને કાર્યકરોએ દિનેશભાઇ જોષીને વિધાનસભા 69માંથી ઉમેદવારી કરવા અનુરોધ કર્યો હતો.

Vlcsnap 2022 08 17 11H01M41S484Vlcsnap 2022 08 17 10H55M33S777

વિધાનસભાની બેઠક 69 માટે પ્રબળ દાવેદાર મનાતા દિનેશભાઇ જોષીએ પ્રજાના આરોગ્ય, ભાવી પેઢી માટે સસ્તુ શિક્ષણ અને વેપારીઓના હિતને ધ્યાને રાખતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલના 54માં જન્મ દિવસની ઉજવણી કરી રાજકીય વિશ્ર્લેસકોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે. આ બેઠક અત્યાર સુધી ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ પોતાને અથવા આમ આદમી પાર્ટીના કોઇ પણ કાર્યકરને વિધાનસભા 69ની ટિકિટ મળશે તેની જીત નિશ્ર્ચિત છે. મોંઘવારીમાં સામાન્ય પ્રજાને કંઇ રીતે રાહત મળે, સસ્તુ શિક્ષણ અને આરોગ્ય સહિતના મુદાને આગળ ધરી ચૂંટણી પ્રચાર કરાશે. દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો પ્રમુખ દિનેશભાઇ જોષીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના જન્મ દિવસની કરાયેલી ઉજવણીમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતનભાઇ કામાણી, વિધાનસભા 70ના ઉમેદવાર શિવલાલ બારસીયા, રાજકોટ લોકસભા ઇન્ચાર્જ રાહુલભાઇ ભૂવા, સંજયસિંહ વાઘેલા, લાલજીભાઇ ચૌહાણ, મશરૂભાઇ, ચંદુભાઇ જાદવ, ભરતભાઇ માલકીયા, દિનેશભાઇ પટેલ, પ્રતાપભાઇ લોખિલ, ડો.પ્રદિપસિંહ ઝાલા, અને સીવાયએસએસના સુરજભાઇ બગડા સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી. સમગ્ર ક્રાર્યક્રમનું સંચાલન દિગુભા વાઘેલાએ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.