Abtak Media Google News

નિવૃતિના એક માસ પહેલાં બરતરફ કરવાના મામલે કાનૂની જંગ: 24 જાન્યુઆરીએ વધુ સુનાવણી: કેન્દ્ર સરકારના નિર્ણય અંગે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે હસ્તક્ષેપ ન કરવાનું ઠરાવ્યું: બહુ ચકચારી ઇશરત જહા એન્કાઉન્ટર નકલી હોવાની સતિષચંદ્ર વર્માએ મિડીયા માહિતી આપી’તી

ગુજરાત કેડરના સિનિયર આઇપીએસ અધિકારી સતિષચંદ્ર વર્માના નિવૃતિના એક માસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા બરતરફ કરવાના આદેશના પગલે શરૂ થયેલા કાનૂની જંગમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર ન હોવાનું ગણાવી બરતરફીના હુકમ પર રોક લગાવવાની માગણી રદ કરી વધુ સુનાવણી તા.24 જાન્યુઆરી સુધી મોકુફ રાખવામાં આવી છે.

ઇશરત જહા ત્રાસવાદી સંગઠન સાથે સંડોવાયેલી હોવાનું અને ગુજરાતમાં ભાંગફોડ અને અરાજકતાના બદ ઇરાદા સાથે આવી હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે થયેલી મુઠભેડમાં એન્કાઉન્ટર થયું હતું.

ઇશરત જહા એન્કાઉન્ટર નકલી હોવાના થયેલા આક્ષેપના પગલે તપાસ કમિટિની રચના કરવામાં આવી હતી. આ તપાસ કમિટીમાં આઇપીએસ સતિષચંદ્ર વર્મા મેમ્બર હતા. ત્યારે તેઓએ એન્કાઉન્ટર નકલી હોવા અંગેનું એક ન્યુઝ ચેનલને ઇન્ટરર્યુ આપ્યું હતું આ અંગે તેમના વિરૂધ્ધ ચાલતી ખાતાકીય તપાસના અંતે તેમને કસુરવાન ઠેરવી તા.30 ઓગસ્ટના રોજ બરતરફ કરવાનો હુકમ કર્યો હતો ત્યારે સતિષચંદ્ર વર્માને નિવૃત થવાને એક માસ જ બાકી હતો.

કેન્દ્ર સરકારના બરતરફ કરવાના હુકમને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પણ દાદ માગવામાં આવી હતી ત્યારે તેમને એક સપ્તાહની રાહત આપી સમગ્ર કેસની આગળની સુનાવણી દિલ્હી હાઇકોર્ટમાં ચલાવવા હુકમ કર્યો હતો.

દિલ્હી હાઇકોર્ટના ડિવિઝન બેન્ચના જસ્ટીશ સંજીવ સચદેવા અને તુષાર રાવ ગેડેલાની સમક્ષ સુનાવણી પુરી થતા અદાલતે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા બરતરફ કરવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની કોઇ બાહેધરી આપતા ન હોવાનું ઠરાવી ડીસમીસ કરવાના સરકારના હુકમ સામે અદાલત કોઇ રોક લગાવી ન શકે તેમ ઠરાવ્યું છે.આ કેસની વધુ સુનાવણી તા.24 જાન્યુઆરી 2023 સુધી મોકુફ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.