Abtak Media Google News

હિમાલય સિવાયના વિસ્તારમાં વાતાવરણ સુકુ રહેશે: હવામાન વિભાગ

વરસાદ અને તોફાનોને લીધે શનિવારે બપોરે બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને ટ્રાફીક જામ સર્જાયો હતો.

દિલ્હીમાં શનિવારે ચાર ઈંચ વરસાદ પડયો હતો જયારે માર્ચ માસમાં પડેલા વરસાદનો નવો રેકોર્ડ સજર્યો છે.

શનિવારે બપોરબાદ ભારે તોફાની પવન સાથે વરસાદપડયો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા કેટલાય સ્થળે ટ્રાફીક જામ સર્જાયો હતો.

સફદરજંગ ખાતેની હવામાન કચેરીએ નોંધાયેલા આંકડા મુજબ શનિવારે એક જ દિવસમાં ૧૦૧.૯ મીમી (ચાર ઈંચ) વરસાદ નોંધાયો હતો. જે અત્યાર સુધીમાં માર્ચ માસમાં એક જ દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે.

1.Monday 2

અગાઉ માર્ચ ૨૦૧૫માં ૯૭.૪ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે ૨૦૦૭માં ૬૧.૬ મીમી અને ૧૯૯૫માં ૩૬.૫ મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન ખાતાનાં વધુમાં જણાવ્યા મુજબ ૨ માર્ચ ૨૦૧૫માં ૫૬.૮ મીમી અને ૧૪માર્ચ ૨૦૨૦માં ૩૭ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૩ માર્ચ ૨૦૦૭માં ૨૭.૨ મીમી વરસાદ નોંધાયો હતો માર્ચ ૨૦૦૫માં ૨૦.૬ મીમી વરસાદ નોંધાયો હતો. આઈએમડીના જણાવ્યામુજબ હિમાચલયના વિસ્તારોને બાદ કરતા સપ્તાહ દરમિયાન સુકુ હવામાન રહેશે. બિહાર અને ઝારખંડમાં તોફાની પવનમાં ઘટાડો નોંધાશે. જોકે આગામી બે ત્રણ દિવસ સુધી મહતમ તાપમાન લઘુતમ તાપમાનમાં બહુ ફેરફાર નહી થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.