એસ્ટ્રા-ઓક્સફોર્ડના રસીકરણ માટે દિલ્હી હજુ દુર!!

રસીના ડોઝ અપાયા બાદ અસરકારકતા મૂદે આશંકા; હજુ વધુ તપાસ અને પરીક્ષણ જરૂરી

કોરોના મહામારીને નાથતી ‘સચોટ’ રસીની શોધ માટે વિશ્વભરનાં સંશોધકો, સરકારો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો મથામણ કરી રહ્યા છે. ઉત્પાદક કંપનીઓ પોતાની રસીની મંજૂરી મેળવવા માટે ઉંધેકાંધ થઈ છે. તો સરકાર પણ પોતાના નાગરિકોને સૌ પ્રથમ રસી મળે અને રાજકીય યશ મળે તેમાટે પ્રયાસ કરી રહી છે. મલ્ટીનેશનલ કંપનીઓ રસીની રેસમાં ઉતરી હોય, તેમ મંજૂરી માટે થનગની રહી છે. એક પછી એક રસીઓનાં પરીક્ષણના પરિણામો હજૂ થઈ રહ્યા છે.ત્યારે હાલ, ભારતની સીરમ ઈન્સ્ટટીટયુટ, એસ્ટ્રાજેનેકા અને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુકતપણે વિક્સાવાયેલી રસીના અંતિમ તબકકાના પરિણામો પ્રકાશિત થયા છે. જે પરથી વર્તારો છે કે, એસ્ટ્રા-ઓકસફોર્ડના ‘રસીકરણ’ માટે દિલ્હી હજુ દૂર છે. આ પરિણામના અહેવાલમાં જણાવાયું છે કે, આ રસીના બે ડોઝ લેવાથી ૬૨% અસરકારકતા જોવા મળે છે. જયારે પ્રથમ વખત અડધો ડોઝ અને ત્યારબાદ એક પૂરો ડોઝ લેવાથી ૯૦% અસરકારક નીવડે છે.પરંતુ આ ડોઝની સીસ્ટમ હજુ ચોકકસ નથી ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતાનો અભાવ છે.

આથી એસ્ટ્રા ઓકસફર્ડ રસીની વહેંચણીની અને વેકિસનેશન શરૂ થાય તે પહેલા હજુ સચોટતાની આવશ્યક્તા છે. સચોટતા અને આવશ્યકતા માટે હજુ પરીક્ષણ કરવા પડશે. આ માટે હજુ સમય પણ લાગશે. સ્વાસ્થ્ય સંબંધિત ધ લેસેન્ટમાં પ્રકાશિત કરતા અહેવાલ અંગે સંશોધકોએ જણાવ્યું કે, આ રસી ૭૦ ટકા મામલાઓમાં અસરકારક નીવડી છે. જો કે, હજુ આ ઉપર શોધખોળ ચાલુ છે. ઓકસફર્ડ વેકિસન ગ્રુપના નિર્દેશક એન્ડ્રયુ પોલાર્ડેએ કહ્યું કે, કોરોના મહામારી સામે લડવા માટે રસીકરણની એક મોટી શ્રૃંખલાની આવશ્યકતા પડશે જેમાં ઉત્પાદકોએ હરિફાઈ ન કરવી જોઈએ પરંતુ હરિફાઈ કોરોના વાયરસ સામે લાવી જોઈએ.