Abtak Media Google News

ગઈકાલે સાંજે હોસ્પિટલમાં ઓકિસજન પૂરો થઈ ગયા બાદ વધુ જથ્થા માટે રજૂઆત થયા છતા પ્રાણવાયુ ન પહોચતા દર્દીઓના મોત 

ઓકિસજનની ઉણપના કારણે વધુ 20 લોકોના મોત થયા હોવાની ગમખ્વાર ઘટના સામે આવી છે. દિલ્હીના જયપૂર ગોલ્ડન હોસ્પિટલમાં એક સાથે 20 દર્દીઓના મોત થયા છે. ગઈકાલે સાંજે એકાએક હોસ્પિટલમાં ઓકિસજનનો સ્ટોક પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ પૂરવઠો ન મળતા 20 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે.

રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં ઓકિસજનને લઈને સંકટ વિકરાળ બની રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓકિસજનનો મામલો તાજેતરની બેઠકમાં ઉઠાવ્યો હતો. દરમ્યાન દિલ્હીની મૂળચંદ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી કેજરીવાલે એલજીની પાસે પણ ઓકિસજન માંગવામાં આવ્યું હતુ. થોડા સમય પૂરતો જ ઓકિસજન બચ્યો હોવાની રજૂઆત કરાઈ હતી.

આ દરમ્યાન દિલ્હીની જયપૂર ગોલ્ડન હોસ્પિટલમા પ્રાણવાયુ પૂરો થઈ જતા 20 દર્દીઓના પ્રાણપંખેરૂ ઉડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા હોવાથી સ્થિતિ સ્ફોટક બની ચૂકી છે. અત્યાર સુધીમાં વધુ 348 લોકોના મોત થઈ ચૂકયા છે. કુલ આંકડો 2514નો છે. કોરોનાના કારણે સ્થિતિ બેકાબુ છે. દિલ્હીમાં સરેરાશદરરોજ 103 લોકોનાજીવ જાય છે. પ્રોઝીટીવીટીનો રેટ 32 ટકા થી વધુ છે. આવી સ્થિતિમાં ઓકિસજન યોગ્ય સમયે દર્દી પાસે પહોચે તે જરૂરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.