ભગત સિંહ વિષે જાણવા જેવી રોચક વાતો

Bhagat singh
Bhagat singh

ભારતની આઝાદીમાં ઉલ્લેખનીય યોગદાન આપનારા દેશના વીર જાવાનોમાંમાના એક ભગત સિંહ ફ્કત 23 વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે. આજે પણ દેશમાં જો કોઇ નવયુવાન કાંઇ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવવામાં આવે છે. ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા શહીદ વીરો તે સમયે પણ હતાં અને અત્યારે પણ છે જે દેશના નામે કાંઇ પણ કરવા માટે તૈયાર છે. પોતાની માતૃભુમિની રક્ષા માટે આજે પણ બોર્ડર પર બેસીને તેની રક્ષા કરનાર યુવાનો છે કે જેઓ વિચારે છે અમને ચાહે ગમે તે થઈ જાય પરંતુ મારા રાષ્ટ્ર પર આંચ ન આવવી જોઈએ. તેથી તો આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની કોઇની હિંમત નથી થતી.

બાળપનમાં જ્યારે ભગત સિંઘ તેના પિતા સાથે ખેતરમાં હતા ત્યારે તેના પિતાને સવાલ કરતાં કે આપણે આ જમીનમાં બંધુક કેમ ના ઉગાડી શકીએ. જલીયાવાળા બાગ હત્યાકાંડ દરમ્યાન ભગત સિંઘની ઊમ્ર 12 વર્ષની હતી, આ ઘટના થી ભગત સિંહને હમેશા માટે ક્રાંતિકારી બનાવી દીધા, ભગત સિંહ લગ્ન કરવા માંગતા ન હતા માટે જ્યારે તેના માતા પિતા તેના માટે છોકરી ગોતી રહ્યા હતા ત્યારે તેમણે ઘર છોડી દીધું હતું અને કહ્યું કે હવે તો ભારતની આઝાદી જ મારી દુલ્હન બનશે, કોલેજના દિવસોમાં ભગત સિંહને અભિનય કરવાનો પણ શોખ હતો, તે એક સારા લેખક અને ઉર્દુ ભાષાના જાણકાર પણ હતા.

ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષીત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેમની જનેતાઓને પણ જેઓ આવા વીરોને જન્મ આપે છે.