Abtak Media Google News

અબતક, જય વિરાણી , કેશોદ

કેશોદ શહેરમાં આવેલાં બસ સ્ટેન્ડ માં આવારા તત્વો નો ત્રાસ વધી ગયો હોય ત્યારે લુખ્ખાઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવે એવી માંગ કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યા એ કરી હતી. કેશોદ શહેરમાં આવેલી સરકારી ખાનગી શાળાઓ કોલેજોમાં અભ્યાસ કરવા બહારગામથી આવતી સગીરાઓને પીછો કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી હેરાનપરેશાન કરતાં આવારા તત્વો નો અડ્ડો બની ગયો છે.

શાળા કોલેજોમાં સહવિધાર્થીઓ સામાન્ય વાતચીત કરતા હોય તો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ફોટા વિડિયો બનાવી ડરાવી ધમકાવી વિદ્યાર્થીઓ નાં બેંક એકાઉન્ટમાં જમા થયેલી શિષ્યવૃતિ ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લે છે. આવાં આવારા તત્વો ને ડામવા પીડીત વિદ્યાર્થીઓ નાં વાલીઓ દ્વારા માહિતી આપવામાં આવશે તો લુખ્ખાઓ વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવવામાં આવશે એવું કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યા એ જણાવ્યું હતું. કેશોદ બસ સ્ટેન્ડ માં રાજ્ય સરકાર દ્વારા ફ્રી વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતાં મુસાફરો ને બદલે શહેરનાં આવારા તત્વો અડીંગો જમાવી લીધો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં સુરત કે વેરાવળ જેવી ઘટના બને તો નવાઈ નહીં રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.