Abtak Media Google News

ગામની શુભેચ્છા મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ખરાબામાં બનાવેલા મકાનો રેગ્યુલરાઈઝ કરવા તથા વેલનાથ મંદિરની જગ્યા કાયદેસર કરવા ગ્રામ પંચાયતની રજુઆત

સરકારમાં રજુઆત કરી ગ્રામજનોની માંગ સંતોષવાનો કેબિનેટ મંત્રી બાવળીયાનો કોલ

લોધિકાના પાળ ગામે આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં ગ્રામ પંચાયત દ્વારા નદીના પટ્ટમાં બે- બે એકર જમીન આપવાની માંગ કરવામાં આવી હતી. સાથોસાથ ખરાબામાં બનાવેલ મકાનો રેગ્યુલરાઈઝ કરવા તથા વેલનાથ મંદિરની જગ્યા કાયદેસર કરવા ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ તમામ માંગ સરકાર સુધી પહોંચાડી તેને સંતોષવાનો મંત્રી દ્વારા કોલ આપવામાં આવ્યો હતો.

Sarpanch

ગામના સરપંચ ભારતીબેન વીરડા અને અગ્રણી મુનાભાઈ વીરડાએ રજૂઆતમાં જણાવ્યું કે હરીપર પાળ ગામે ન્યારી નદીમાં વર્ષો પહેલા કોળી સમાજ, દેવીપૂજક સમાજ, રીજન સમાજ, આહિર સમાજના લોકો શાક ભાજીના વાવેતર કરી ગુજરાન ચલાવતા અને આ વાડાઓમાં કાયદેસરનાં ગ્રામ પંચાયતને વેરા ભરતા સમય જતા વાડીમાં ર વર્ષે પૂર આવતા અને રેતી તણાય જતા શાક-ભાજીના વાવેતર કરતા સમાજના તમામ લોકોએ નદીનાં કાંઠાના ભાગે જાત મહેનત કરી વેરાન અને બનજર જમીનો લેવલીંગ કરી અથાગ મહેનત કરી વાવેતર કરી શકાય એવા વાળા તૈયાર કરેલ છે. આ નદી કાંઠો કાંઈ ગૌચરની જગ્યામાં આવતો નથી તો હાલના વાડાની જગ્યા કાયદેસર અથવા સરકારના ધારા ધોરર મુજબ ભાડા પટે અથવા રજૂઆત કરવામાંઆવે છે.

વધુમાં જણાવ્યું કે હરીપર પાળ ગામે મોરબી હોનારત વખતે ન્યારી નદીનાં પૂર પ્રકોપ વખતે ઘણા કુટુંબોએ જાનમાલની રક્ષા માટે રણુજાની ધાર વિસ્તાર અને નવા પ્લોટ સામે મકાનો બનાવેલા છે. દરમિયાન જયારે પણ અતિવૃષ્ટિ થાય ત્યારે જૂના ગામનાં લોકોને સલામતી માટે રણુજાની ધાર વિસ્તારમાં ફષરવવા પડે છે. જૂના ગામતળમાં જગ્યા સિમિત છે. નવુ ગામતળ રૂડામાં સમાવિષ્ઠ હોવાથી હજુ અપસેટ પ્રાઈઝ નકકી નથી થઈ જેથી લોકોને હાલાકી પહે છે. માટે એ લોકોએ રોડ રસ્તા મૂકીને મકાનો બનાવેલ છે એ મકાનો સરકારી ધારા ધોરણ મુજબ કાયદેસર કરી આપે અને તમામ સમાજના લોકો બક્ષીપંચ, અનુ.જાતીના જ લોકો છે. તો મીનીમમ ભાવ નકકી કરી ઉપરાકેત મકાનની જગ્યા ફાળવે તેવી નમ્ર વિનંતી છે. ઉપરાકેત બાબતમાં પણ ગ્રામ પંચા. ના હિતને કોઈ નુકશા નથી અને આ જગ્યા ગૌચરમાં આવતીથી જે વિધિ કરવામાં આવે છે.

અંતમાં જણાવ્યું કે ગામમાં વેલનાથ મંદિર અને જગ્યા આવેલ છે. આ જગ્યા સાર્વજનીક હેતુલક્ષી સમૂહ લગ્ન, સાધુ સંતો ભોજન, બટુક ભોજન, લગ્ન પ્રસંગો વગેરે પ્રસંગો પણ થાય છે. મંદિરનો હેતુ સમાજનાં યુવાનો આધ્યાત્મીકતા તરફ વળે અને વ્યસનો મૂકત થાય એવા પ્રયાસો કરવામાં આવે છે. મંદિરનાં નામે ટ્રસ્ટ પણ તૈયાર કરવામાં આવેલ છે. આ જગ્યા અને મંદિરને નીમ કરી કાયદેસર કરી આપવા આપ સાહેબને દરખાસ્ત કરવામાં આવે છે અને આ જગ્યા કાયદેસર થવાથી ગ્રામ પંચા.નાં હિતને કોઈ નુકશાન નથી જે વિધિત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગામની શુભેચ્છા મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રીને ગ્રામજનોએ રજૂઆત કરી હતી. તેના પ્રત્યે કેબિનેટ મંત્રીએ હકારાત્મક વલણ દાખવ્યું હતું અને આ રજૂઆત સરકાર સુધી પહોંચાડી ગ્રામજનોની માંગ સંતોષવાનો કોલ આપ્યો હતો. નોંધનીય છે કે કેબિનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા સરકારમાં મોટું કદ ધરાવતા હોય તેઓનું હકારાત્મક વલણ જે રજૂઆત તરફ રહે છે તે સફળ જ બને છે માટે ગ્રામજનો કુંવરજીભાઇના હકારાત્મક વલણથી રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.