Abtak Media Google News

વાંચકોની સુવિધામાં વધારો થાય તે અંગે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશમંત્રી રસીક ચાવડા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ મુખ્યમંત્રી ને પત્ર લખી માંગ કરી છે કે ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાના ઉના શહેરમાં વર્ષ ૧૯૯૫ થી સરકારશ્રીના યુવા  સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સરકારી તાલુકા પુસ્તકાલય કાર્યરત છે પરંતુ સરકારી તાલુકા પુસ્તકાલય માં જરૂરી પ્રાથમિક સુવિધાઓ નો ખુબ જ અભાવ છે. તેમાં સરકાર શ્રી જ્યારે  “વાંચે ગુજરાત” જેવા અભિયાન ચલાવે છે, ત્યારે ગુજરાતના મોટો અને અને મુખ્યત્વે પછાત વર્ગ ધરાવતા તાલુકાના લોકો વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પુસ્તકાલયનો લાભ મળે અને સરકારનો જે શુભ આશય છે તે સાર્થક થાય તેવી અમારી નમ્ર અરજ છે. નીચે મુજબની મુખ્ય માંગણીઓ અને લાગણી આપ સુધી પહોંચાડીએ છીએ.સરકારે તાલુકા પુસ્તકાલય નો સમય હાલ ૯:૦૦ વાગે ખુલે છે અને ૧૨.૦૦વાગ્યે બંધ થાય છે ,જ્યારે બપોર બાદ ૪ વાગે ખુલે છે અને ૬ વાગ્યે બંધ થાય છે. ખરેખર આ પાંચ કલાકનો સમય ખૂબ ઓછો છે,માટે પુસ્તકાલયનો સમયમાં જ વધારો કરવામાં આવે વાંચન વિભાગ નો સમય  સવારે  ૮.૦૦ થી સાંજ ના ૬.૦૦ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવે છે જેથી બહાર ગામના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં યોગ્ય સમય અને વાતાવરણ પૂરું પડી શકે.સરકારી તાલુકા પુસ્તકાલય માં સિનિયર સિટીઝન,વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, મહિલાઓ વાચકો માટે શુદ્ધ પાણી અને ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે.વાંચન વિભાગ માં ખુરસી પંખા તેમજ પ્રકાશ માટે વધારે લાઇટ તેમજ બેસવા માટે વધારે ફર્નિચરની વ્યવસ્થા કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.