Abtak Media Google News

ધારાસભ્ય ઠુંમરની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી અમરેલી પાળીયાદનો રસ્તો બનાવવા રજુઆત કરેલ છે.  તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, અમરેલી પાળીયાદનો રસ્તો તેમાં ખૂટતી કદી જોડવાથી આ રસ્તો અમરેલી અને જસદણની પંથકની જનતાને અમદાવાદને ગાંધીનગર સુધી જવા માટે ખુબજ ટૂંકો અને ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.  તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાને જોડતો ટૂંકામાં ટૂંકો રસ્તો બાબરા-ખંભાળા રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઇવે) બનેલ છે જે ખંભાળાથી જસદણ તાલુકાના ગઢાળા અને ભડલી અને સુરખાથી પાળીયાદ સુધી જોડવા માટે ખુબજ ઓછા કિલોમીટરનો રસ્તો બનાવવાની જ‚રિયાત છે.જો આ રસ્તો બનાવવામાં આવે તો અમરેલી જિલ્લાને જોડતો અમદાવાદ અને ગાંધીનગર સુધીનો ટૂંકો રસ્તો મળી શકે તેમ છે ત્યારે જિલ્લાની જનતાની હિતાર્થ ત્વરિત યોગ્ય કરવા ધારાસભ્ય ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં અરજ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.