ઇન્કમ ટેકસ રિટર્ન ભરવાની મુદત વધારવા માંગ

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાય રજુઆત

ઇન્કમ ટેકસ રીટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત કરવામાં આવી છે ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની મુદત 31 જુલાઇ સુધીની છે આ તારીખ સુધીમાં ભરી શકાય તેમ નથી. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વચ્ચેના સમયે ખુબ જ વરસાદના કારણે ટેકસ ક્ધસલ્ટન્ટ ઓફીસે પહોંચી શકેલ ન હોય, તેટલા દિવસના કામનો ભરાવો થયેલ.

તેમજ ઇન્કમ ટેકસ રીટર્ન ફાઇનલ કરતા પહેલા ટી.ડી.એસ. અને ટી.સી.એસ. ના વેરીફીકેશન માટે ઓનલાઇન તપાસણી કરવાની હોય, ઇન્કમ ટેકસ પોર્ટેલ ન ખુલવાને કારણે થઇ શકેલ નથી. આમ કેટલાક દિવસો કામ સ્થગીત રહેલ. જેથી 31 જુલાઇ સુધીમાં રીટર્ન ભરવા એક સાથે પોર્ટેલ પર ધસારો થતા ઇન્ટરનેટ કનેકશનો ધીમા ભાલે છે.

અને સાઇટના સર્વર ડાઉન થઇ જતા ઓનલાઇન થવામાં મુશ્કેલી થાય છે. આવા સંજોગોને ઘ્યાને લઇને રીટર્ન ભરવાની તારીખ લંબાવવી જરુરી રહે છે. તેમ સી.બી.ડી.ટી. ના ચેરમેન તથા સી.બી.ડી.ટી. ના ચેમ્બર ઇન્કમટેકસ સમક્ષ વિસ્તૃત રજુઆત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી છે. ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ સી.એ. રાજીવભાઇ દોશી તથા માનદમંત્રી ઉપેનભાઇ મોદી દ્વારા જણાવવામાં આવેલ છે.