- નવીનિકરણ બગીચાનું તાત્કાલિક લોકાર્પણ કરવા માંગ
- બગીચાની કામગીરી પૂર્ણતાને આરે હોવાને 2 મહિના વિત્યા હોવાના આક્ષેપો
- વહેલી તકે બગીચાનું લોકાર્પણ કરવા અંગે પાલિકા પ્રમુખે જણાવ્યું
કેશોદ શહેરમાં કરોડોના ખર્ચે જુના બગીચાનું નવીનિકરણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં તળાવ, ઝિમ્નેશીયમ, બાળક્રિડા ગણ સહિત અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે. આ બગીચામાં 100 ટકા કામગીરી પૂર્ણ થવાને આરે છે. આજે તેને 2 મહિના જેવો સમય વિતી ચુંક્યો છે. છતાં બગીચો ખુલો મુકવામાં ન આવતાં શહેરીજનોએ તાત્કાલિક બગીચાને ખુલો મુંકવા માંગ કરી છે. શહેરના મધ્યમાં આવેલાં વર્ષો જૂના આ બગીચાનું છેલ્લાં 2 વર્ષથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે આ કામગીરી પૂર્ણ થવા આરે છે જેને 2 મહિના વીતી ચુક્યા છે. ત્યારે આ બગીચાનું લોકાર્પણ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખે વહેલી તકે બગીચાનું લોકાર્પણ કરવા અંગે જણાવ્યું હતું.
અનુસાર માહિતી મુજબ, કેશોદના આંબાવાડી વિસ્તારમાં છેલ્લાં 2 વર્ષથી નવા બગીચાની કામગીરી ચાલી રહી છે. જૂના બગીચાનો ઉપયોગ કરતાં શહેરીજનો નવા તૈયાર કરાયેલાં બગીચાનું તાત્કાલિક લોકાર્પણ કરવા માંગ કરી રહ્યાં છે.
કેશોદ શહેરમાં કરોડોના ખર્ચે જુના બગીચાનું નવીનિકરણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં તળાવ, ઝિમ્નેશીયમ, બાળક્રિડા ગણ સહિત અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે. આ બગીચામાં 100 ટકા કામગીરી પૂર્ણ થવાને આરે છે. આજે તેને 2 મહિના જેવો સમય વિતી ચુંક્યો છે છતાં પણ બગીચો ખુલ્લો મુકવામાં ન આવતાં શહેરીજનો તાત્કાલિક બગીચાને ખુલ્લો મુકવા માંગ કરી રહ્યાં છે. આ ઉપરાંત કેશોદ શહેરના મધ્યમાં આવેલાં વર્ષો જૂના આ બગીચાનું પાલિકાએ નવીનીકરણ હાથ ધર્યું હતું.
કેશોદ પાલિકા આ બગીચાનું નવીનીકરણ કરવા વર્ષોથી કાર્યવાહી હાથ ધરી હતી. જેનું 2 વર્ષથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે આ કામગીરી પૂર્ણ થવા આરે છે જેને 2 મહિના વીતી ચુક્યા છે, ત્યારે વર્ષોથી જૂના બગીચાનું આબાલ વૃધ્ધ સૌ કોઈ ઉપયોગમાં લેતાં હોય લાંબા સમય બગીચામાં કામગીરી ચાલતી હોય છે. તેમજ શહેરીજનો બગીચાથી દૂર રહ્યાં હતાં હવે શહેરીજનોની ધીરજ ખૂટતાં બગીચાનું તાત્કાલિક લોકાર્પણ કરવા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે બગીચો તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવા મોડું કરાતું હોય તેની પાછળ કોઈ મોટા રાજકીય નેતાની રાહ જોવાતી હોવાની વાતોને વેગ મળી રહ્યો છે.
આ અંગે કેશોદ પાલિકા પ્રમુખ સામે નવા બનાવાયેલાં બગીચાને ખુલો મુકવા ઢીલ કરવામાં આવતી હોય, શહેરીજનો માંગ કરી રહ્યાં છે તે અંગે પુછતાં તેમણે કામ પૂર્ણ થયે ટૂંક સમયમાં બગીચો ખુલો મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અહેવાલ : જય વિરાણી