Abtak Media Google News

સૌરાષ્ટ્ર ની લોકમાતા ગણાતી સૌથી મોટી નદી ભાદર છે આ ભાદરનદી ની લંબાઈ 195 કિલોમીટર ની છે જેનું ઉદગમ સ્થાન સૌરાષ્ટ્ર છે અનેસૌરાષ્ટ્ર ની અનેક નદી સમાવી ને અંતે ઘેડ મા થઈ ને સમુદ્ર મા ભળી જાય છે

ગુજરાત ની જીવાદોરી સમાન આ ભાદરનદી ઉપર બે મોટા ડેમ લોકહિત માટે નિર્મિત કર્યા છે. જેમાં નો ધોરાજી ના ભુખી ગામ પાસે આવેલો ભાદરડેમ 2 લોકો ને પાણી પીવા તથા સિંચાઈ માટે બનાવ્યો હતો પરંતુ છેલ્લા કેટલા વર્ષ થી યા જેતપુર ડાઈંગ નુ કેમીકલયુકત તથા પ્રદુષિત પાણી આ ભાદરનદી મા ઠાલવીને પીવાલાયક પાણી ને ઝેરી બનાવી દીધેલા છે આ અંગે પ્રોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની લાલીયાવાડી ને હિસાબે આ આખો ભાદરડેમ 2 પ્રદુષિત થઈ ગયો છે. છતાં “જળ એ જીવન ” ના બણગાં ફુંકતી આ સરકાર કે કોઈ રાજકીય નેતાઓ નુ પેટ નુ પાણી પણ હલતું નથી ચુંટણી સમયે લોકોના વિશ્ર્વાસ નો મત લઈને ધોરાજી ના પ્રજા ની લાગણીસભર માગણી ને ધ્યાન મા લઈ ને ભાદરનદી ને કેમીકલ મુક્ત કરવા કોઈ નેતા કે લોકસેવક જનઆંદોલન કરવા ની સમયની માંગ છે.

0 3ચાલું વર્ષ ધોરાજી સહીતના આજુબાજુના વિસ્તારમાં કુદરતે મન મુકીને મેહુલીયા ને વરસાવ્યો છે.ભાદરનદી મા પિવાલાયક પાણી ને બદલે જેતપુર ના ડાઈંગ નું કેમીકલયુક્ત ઝેરી પાણી ભાદરનદી બેખોફ ઠેલવામાં આવ્યુ છે. જેનો નજારો ભુખી પાસે આવેલો ભાદર ડેમ નજરે જોનારા ને પડકારી ને કહી રહ્યો છે આ ડેમમાં વરસાદી પાણી ને સાચવવામાટે બનાવીયો હતો છતાં થોડાક લાલચમાં આપણા અધિકારી અને નેતાઓ મીલીભગત ના કારણે આપણી ભાદરનદી અને ભાદરડેમ ને કેમીકલ મુક્ત કરી શક્તા નથી.

સ્વચ્છ ભારત મિસન અંતર્ગત આ ભાદરનદી ને આવરી ને સ્વચ્છ ભાદરનદી બનાવવા એક આયોજનબંધ્ધ એક આંદોલન કરવું જોઈએ એવો મારો મત છે

ધોરાજી નાં ભાદર ડેમ 2 મા ઉપર વટ પર પડતાં વરસાદ ને કારણે પાણી ની ફુલ આવક ને કારણે ભાદર ડેમ ૨ ના દરવાજા ખોલવામાં આવ્યા હતા પણ ઉપરોક્ત દ્રશ્ય માં દ્રશ્ય થયેલ દ્રશ્ય એ સનોફોલ નથી પરંતુ જીવાદારી સમાન ગણાતો ભાદર ડેમ ૨ ના છે ડાઈંગ ના પ્રદુષણ લીધે ઉત્પન થયેલાં ફીણા આખાં ભાદર ડેમ ૨ માં જોવા મળીયા હતાં અને ધોરાજી તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો એ આ ભાદર ડેમ ૨ ની મુલાકાત લીધી હતી અને સેલફી ફોટા ઓ અને વિડીયો લઈને સ્નોફોલ સમજી ને મજા માણતાં લોકો નજરે ચડ્યા હતાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.