Abtak Media Google News

જીએસટીના વિરોધમાં ત્રણ દિવસથી બંધ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડને ફરી ધમધમતા કરવા પ્રયાસ: કાલે સી.એ. સાથે બેઠક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ જીએસટીના વિરોધમાં સતત ત્રણ દિવસથી બંધ છે. વેપારીઓના બંધને સરકાર તરફથી પ્રતિસાદ ન મળતા માર્કેટીંગ યાર્ડ ખાતે વેપારીઓ ખેડુતો અને દલાલોની સભા મળી હતી. અને માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ શ‚ કરવા પ્રયાસો થયા હતા. તમામ જણસી પર પ્રારંભીક તબકકે જીરો ટકા જીએસટી રાખવામાં આવે તેવો મત વ્યકત કરાયો હતો. આવતીકાલે જીએસટીની સમજણ માટે સી.એની બેઠક થશે.

Vlcsnap 2017 07 03 12H24M13S64ધણા સમયથી રાજકોટ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડમાં જીએસટી નો વિરોધ કરાઈ રહ્યો છે તથા બંધ પણ પાળવામાં આવ્યું હતુ પરંતુ કોઈ પણ પ્રકારનું પ્રતિસાદ ન મળતા આજે માર્કેટીંગ યાર્ડ ખાતે વેપારી, ખેડુતો અને દલાલોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વેપારી મંડળ એસો.ના પ્રમુખ હરેશભાઈ, દલાલ મંડળના પ્રમુખ અતુલભાઈ કમાણી હાજર રહ્યા હતા આ સિવાય ખેડુતો, દલાલો તથા વેપારીઓ હાજર રહ્યા હતા.

આ સભા વિશે હરેશભાઈ ધોળકીયાએ જણાવ્યું હતુ કે માર્કેટીંગ યાર્ડ ત્રણ દિવસથી બંધ હતુ અને હવે માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શ‚ થાય તે માટે અમે આ સભા બોલાવી હતી જેમાં જાણવા મળ્યું છે કે, વેપારીઓ તથા દલાલોને હજુ જીએસટીની સમજણ નથી જે તેઓ સ્પષ્ટ પણે માને છે જેના અનુસંધાને આવતીકાલે સી.એ.તથા વકીલો અને મહેતાજીઓની બેઠક બોલાવી છે અને તે બેઠક બાદ અમે નકકી કરીશું કે હવે આગળ શું પગલા લેવા તેમણે વધુમાં Vlcsnap 2017 07 03 12H23M55S149જણાવ્યું હ તુ કે હાલ અત્યારે અમે એવું માનીએ છીએ કે શ‚આત ૦% જીએસટીથી થવી જોઈએ ! અને પ્રોસેસ કર્યા બાદ જ જીએસટી લગાવામાં આવે આ પ્રકારની રજુઆત અમે આગળના દિવસોમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને જીએસટીનો કાયદો કેન્દ્ર સરકારનો છે તેથી આ રજુઆત અમે વિત મંત્રી અ‚ણ જેટલી ને પણ કરીશું આ સિવાય વેપારીઓની જીએસટીને લઈને શું સમસ્યાઓ છે. તે વિશે જણાવતા તેમણે કહ્યુંં હતુ કે, સૌ પ્રથમ તો જીએસટીની સમજણ જ નથી કે જીએસટી એટલે શું અને અમોને શુ અસર કરશે તે વિશેની માહિતીનો અભાવ છે તે ઉપરાંત તેમણે જણાવ્યું હતુ. કે આવતીકાલની બેઠક બાદ અમે નકકી કરશું અને વિજયભાઈ ‚પાણીને રજુઆત પણ કરીશું પરંતુ કાલ સુધીહજુય માર્કેટ યાર્ડ બંધ જ રખાશે. દલાલ મંડળીના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યુંં હતુ કે આજની બેઠક બોલાવાનું મુખ્ય કારણ એ હતુ કે હવે આગળના દિવસોમાં શું પગલા લેવા તે વિશેની ચર્ચા થઈ શકે. તેમણે પણ જણાવ્યું હતુ કે અમે વિજયભાઈ ‚પાણીને રજુઆત કરવાના છીએ. આ ઉપરાંત Vlcsnap 2017 07 03 12H23M23S72તેમણે જણાવ્યું હતુ કે, ખરેખર તંત્ર દ્વારા જીએસટી વિશે સેમીનાર યોજીને અમને સમજણ પૂરી પાડવી જોઈએ પણ તંત્રએ અમારી સામે નજર પણ નથી કરી અને માર્કેટ યાર્ડથી ૮૦૦૦થી ૯૦૦૦ લોકોની રોજીરોટી જોડાયેલી છે. પરંતુ હજુય તંત્ર ખામોશ બેઠુ છે.

આ વિશે યમુના ટ્રેડીંશના માલીક કશ્યપ પોપટએ જણાવ્યું હતુ કે વેપારીઓ દ્વારા બેઠકની માંગ કરાઈ હતી જેના અનુસંધાને આજે બેઠક કરવામાં આવી હતી જેમાં હાલ મુખ્ય મુદો તો એ છે કે જીએસટીમાં દલાલ મંડળીનો ઉલ્લેખ જ નથી અને અમારા કમિશનની કંઈ ઉલ્લેખ જ નથી તો તે બાબતે આજે આ બેઠક બોલાવાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.