કુંડલાના ખેડુતોની સૌની યોજના અંતર્ગત તળાવ ભરવાની માંગ

ખેડુતો કેનાલ પર એકઠા થઈ આત્મવિલોપનનો પ્રયાસ ક્યારે

ચૂડા તાલુકાના કુડલાના ગ્રામજનોએ સોમવાર સુધીમાં સૌની યોજના અંતર્ગત તળાવ ભરવાની ચીમકી ઉચ્ચાર્યા છતાં તંત્ર દ્વારા તળાવમાં ફક્ત ૩૦ ટકા જેટલું પાણી ભરી વાલ્વબંધ કરી દેવામાં આવતા ખેડૂતોનો ગુસ્સો આસમાને પહોંચતા કુડલા ગામના પાંચ ખેડૂતોએ કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસકરતાં તંત્ર દોડતું થયું હતું.તા. ૨૦ ઓક્ટોબરને શનિવારે ચૂડા તાલુકાના કુડલા ગામના ૪૦૦ થી વધુ ખેડૂતોએ તળાવ પર ધસી જઈ સૌની યોજના અંતર્ગત તળાવ ભરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. અને જો તંત્ર દ્વારા રવિવાર સુધીમાં પાણી પ્રશ્નેસકારાત્મક નિર્ણય નહી લેવાય તો કલેકટર કચેરીનો ઘેરાવો કરવાની અને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ કુડલા ગામના તળાવને ૩૦ ટકા જેટલું ભરી વાલ્વ બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યોહતો અને તા. ૨૨ ઓક્ટોબરને સોમવારે સાંજે ૨૦૦ થી વધારે ગ્રામજનો મહિલાઓ સો તળાવે ધસી ગયા હતા.

પરંતુ પુરતા પ્રમાણમાં તળાવ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા ગામના પાંચ ખેડૂતોએ કરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. આ બનાવની જાણ તથા ડીવાયએસપી અને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્ળે દોડી આવ્યો હતો. આ અંગે ચુડા પીએસઆઇ એમ.બી.જાડેજાએ જણાવ્ હતું કે પુરતા યુંપ્રમાણમાં બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને સમજાવીને મામલાને શાંત પાડવામાં આવ્યો છે. આત્મ વિલોપનનો પ્રયાસ કરનારા ખેડૂતોમાં રણજીતભાઈ વનાણી, રણજીતભાઈ મનુભાઈ પરમાર, વનરાજભાઈ ઘનશ્યામભાઈ ચાવડા, દિનેશભાઈ માવજીભાઈ કલોતરા, કિર્સિતી હ જયેન્દ્રસિંહ રાણાનો સમાવેશ થાય છે.