Abtak Media Google News

દામનગર શહેરની મુખ્ય બજારો સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પેવર બ્લોક એકાએક બહાર આવ્યા છે ત્યારે પાલિકા તંત્ર પેવર બ્લોક રોડ રીપેર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મુખ્ય બજારોમાં પેવર બ્લોક બહાર આવતા વાહન ચાલકો, રાહદારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.

શહેરમાં પેવર બ્લોક રોડના પેવર એકાએક બહાર આવતા પાલિકા તંત્રની પોલી ખુલી છે. ત્યારે ખોડીયાર ચોક, શાક માર્કેટ, ગંધિયા શેરી, સિપાઇ શેરી, લુહાર શેરી જુની શાક માર્કેટ, સરદાર ચોક સહિતની સોસાયટી વિસ્તારમાં પેવર બ્લોકના રોડ તાકીદે રીપેર કરવા રહીશોમાંથી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.