Abtak Media Google News

કોરોના મહામારી કાબુમાં લેવા ગુજરાત હાઇકોર્ટ ની ટકોર બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે ત્યારે સ્થાનિક કક્ષાએથી હકારાત્મક અભિગમ અપનાવીને નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. કેશોદ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં દિવરાણા,બામણાસા, અજાબ, ખમીદાણા, બાલાગામ ગામ નાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા સામુહિક સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો છે. કેશોદ શહેરમાં કાર્યરત કેશોદ વેપારી મહામંડળ દ્વારા વિવિધ વેપારી સંગઠનો ની મીટીંગ બોલાવી સ્વૈચ્છિક લોક ડાઉન નો નિર્ણય કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં કેશોદના ચારેક વેપારી સંગઠનો દ્વારા તૈયારી દર્શાવવામાં ન આવતાં નિર્ણય લેવામાં આવ્યો નથી.

કેશોદ શહેરમાં રોજીંદા કોરોના પોઝિટિવ કેસ નો વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ ની માર્મિક ટકોર થી કેશોદ વેપારી મહામંડળ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને આગળ આવેલ છે ત્યારે સર્વસંમતિથી નિર્ણય લઈ શકાયો નથી ત્યારે લોકો સ્વૈચ્છિક નિર્ણય લેશે કે કેમ એ ચર્ચા નો વિષય બન્યો છે. કેશોદ શહેરમાં વેપારી સંગઠનો માં ચેમ્બર ઓફ કોમર્સ અને કેશોદ વેપારી મહામંડળ કાર્યરત છે ત્યારે કુદકેને ભુસકે વધી રહેલાં કોરોના પોઝિટિવ કેસ ની ચેઈન તોડવા સ્વૈચ્છિક લોક ડાઉન નો નિર્ણય કરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં કેશોદ શહેર તાલુકામાં સ્થિતિ વણસે તો નવાઈ નહીં હોય. કેશોદ શહેર તાલુકામાં આવેલાં વિવિધ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ ને સાથે રાખીને સતાધારી પક્ષ દ્વારા સામુહિક નિર્ણય લેવામાં આવે એમાં જ શહેર તાલુકા નાં હિતમાં છે. છેલ્લાં બે દિવસથી કોરોના મહામારી વચ્ચે બજારોમાં લોકોની ચહેલપહેલ ઓછી થઈ ગઈ છે ત્યારે તંત્રને સાથે રાખીને સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવે એ જ સમયની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.