વિદેશી પ્રવાસીઓ પરથી ‘નો એન્ટ્રી’ હટાવવા વિમાન મથકોની માંગ

પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચાલતા વિમાન મથકોએ પત્ર લખી સરકાર સમક્ષ કરી માગણી

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે કોરોનાની હાલ બીજી ઇનીંગ ચાલી રહી છે. કોરોનાના શરુઆતના દિવસોમાં જ નિયંત્રણ  લાવવા કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ આયોજન સ્વરુપે દેશવ્યાપી લોકડાઉન સરકારી બનાવવામાં આવ્યું હતું. લોકડાઉનના પગલે આવશ્યક ચીજ-વસ્તુ સેવા સિવાય તમામ ઉઘોગ-ધંધા બંધ પડયા હતાં. તમામ પ્રકારના સ્થળાતરણના માર્ગો પણ બંધ થયા હતા. તેવા સમયે વિદેશી પ્રવાસો પણ રદ કરવામાં આવ્યા હતાં. લોકડાઉન બાદ વિદેશ અવર-જવરની છુટ તબકકાવાર આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી વિદેશી પ્રવાસીઓ માટે ભારતમાં ‘નો એન્ટ્રી’નું બોર્ડ યથાવત છે.

વિશ્ર્વભરમાં પ્રર્વતી રહેલી કોરોના કટોકટીના પગલે લાંબા સમયથી ચાલી રહેલી લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પ્રવાસન ઉઘોગ ઠપ્પ જેવી સ્થિતિમાં છે. ત્યારે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનશીયના ધોરણે ચાલતા વિમાની મથકો અને પ્રવાસન ઉઘોગે સરકાર સમક્ષ વિદેશી યાત્રાળુઓ માટે દેશના દરવાજાઓ ખોલવા માંગ કરી છે.સરકાર દ્વારા રચવામાં આવેલા ટાસ્કફોર્સએ પણ વિદેશી પ્રવાસીઓના ટુરિરટ વિઝા અને હવે વધુ દેશો સાથે સામુહિક પ્રવાસન મંજુરીની માંગ કરી છે. પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર એસો.  ઙઅઘઅ ઉડ્ડયન  મંત્રાલય સમક્ષ છ મેટ્રો એરપોર્ટમાં એપ્રિલથી સપ્ટે. ૨૦૨૦ દરમિયાન માત્ર ૭ ટકા અગાઉના આ જ સમયગાળા દરમિયાન ૨.૨ કરોડ મુસાફરોની હેરફેર થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારની વિદેશી વિઝાની છુટછાટ આવકાર્ય છે. પરંતુ હજુ સંપૂર્ણપણે છુટ મળી નથી દેશના પ્રવાસન મહેમાનગી અને પરિવહન ઉઘોગ ભયંકર મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. તેને ઉગારવા માટે વિદેશી પ્રવાસીઓને છુટ આપવા મહા સચિવ સત્યન નાયરે મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું હતું.સરકારે વિદેશી પ્રવાસીઓને છુટ આપવી જોઇએ અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઇ, શાહજાહ, માલદીવ, ઇથોયીયા એવા દેશો કયારનાય ભારતના પ્રવાસીઓ માટે આતુર છે. ત્યારે સરકાર વિઝા આપવા જોઇએ. પીપીપી ધોરણે દિલ્હી, મુંબઇ, બેગ્લોર, હૈદરાબાદ, કોચીન બાદ બીજા તબકકામાં નવી મુંબઇ, મોયા ગોવા ને શરુ કરવા સુચવ્યું છે.ભારત સરકારે બાંગ્લાદેશ, અમેરિકા, ઇગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, કેનેડા, ચીન, મલેશિયા, જર્મનીની સેવાઓ માટે પગલા લેવાનું શરુ કયુ છે. પ્રવાસન સીઝનમાં ઓકટો. થી માર્ચમાં ૬૦ ટકા જેટલુ ટ્રાફીક થાય છે. જેમાંથી ૫૫ ટકા એફ.ટી.એ. ના માઘ્યમથી વ્યવહાર કરે છે.નાગરીક મંત્રાલયમાં સહયોગથી ઉઘોગ ફરીથી ધમધમતો થઇ શકે છે તેમ પત્રમાં જણાવ્યું છે પ્રવાસન ઉઘોગકારોમાં કટોકટી થી નવ થી બાર ટ્રીબીયન ડોલરની ખોટ ગઇ છે.