Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લો કોરોના મુકત થવાના આરે છે. જિલ્લામાં કયાંય કોરોના મહામારીનો નવો કેસ નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જીલ્લામાં શરદી,ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળેલ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત  વરસાદના પગલે વાતાવરણ ભેજવાળું બની ચૂક્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાએ ઉછાળો આવ્યો છે અને વાઇરલ ઇન્ફેકશનના રોગમાં પણ વધારો થયો છે. તેવા સંજોગોમાં રોગચાળાની ઋતુ ગણાતા ચોમાસામાં વાઇરસ ઈન્ફેકશનને કારણે જાત જાતના રોગો થવાનું પ્રમાણ વધે છે.

હાલમાં છેલ્લા કેટલાયે દિવસોથી વાદળ છાયુ ભેજવાળુ વાતાવરણ રહેતુ હોવાને કારણે પેટમાં દુ:ખાવો, તાવ, શરદી-ઉધરસના દર્દીઓ વધી રહ્યાં છે. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં મિશ્ર ઋતુથી પ્રભાવિત દર્દીઓ વધી રહ્યા છે. જુદી જુદી હોસ્પીટલમાં સારવાર લેવા દર્દીઓના ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, શરદી-ઉધરસ અને પેટના રોગોનું પ્રમાણ વધ્યુ છે.

જિલ્લાની તમામ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ: શહેરી વિસ્તારોમાં ગંદગીથી ઘેર ઘેર માંદગીના ખાટલા: સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને વ્યવસ્થાનો અભાવ હોવાથી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો

જિલ્લામાં કોરોનાના કેસોનું પ્રમાણ નહીવત છે, ત્યારે આ ઋતુજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓ વધી રહ્યા હોવાનું જાણવા મળે છે. ભેજવાળા અને મિશ્ર વાતાવરણ વાળા આ દિવસોમાં રોગચાળાથી બચવા લોકોએ બહારનાં નાસ્તા-જંકફુડ ઠંડાપીણા-આઈસ્ક્રીમ વિગેરે ખાવાનું ટાળવુ જોઈએ. રોગ પ્રતિકારક શકિત વધે તેવો ઘરનો તાજો પૌષ્ટીક ખોરાક જ લેવો જોઈએ અને પુરતી ઉંઘ લેવી જોઈએ, એક અઠવાડીયા સુધી સતત તાવ રહેતો હોય, શરદી, ઉધરસ રહેતા હોય તો તુરંત જ ટેસ્ટ કરાવી લેવા જોઈએ અને તબીબની સલાહ સારવાર લેવી જોઈએ એ હવે સતત જરૂરી બન્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે તે મોટાભાગના દર્દીઓને સ્વેતકણ ઘટી જવાના લક્ષણો વર્તયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળાએ ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ડેગ્યું જેવા કેસોમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વધારો નોંધાયો છે.સુરેન્દ્રનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 59 જેટલા કેસો ડેગ્યુના નોંધાયા છે. અન્ય સરકારી હોસ્પિટલમાં 43 નોંધાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇરલ ઈન્ફેકસનના કેસો પણ વધ્યા છે. જેને લઈને સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહો છે.

 

ઠેર ઠેર ગંદગી, પાલિકા તંત્ર નિષ્ફળ: આરોગ્ય તંત્ર પણ નિદ્રામાં

સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગ ઉછાળો  મારતા સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલા મેલેરીયા વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં સાફ સફાઇ અને અન્ય કામગીરીમાં નિષ્ફળ નિવડી છે. ત્યારે ઠેર ઠેર ગંદગી અને કચરાના ઢગલાથી માંદગીના ખાટલા વધ્યા છે. એક જ દિવસમાં 103 ડેગ્યુંના કેસો નોંધાયા છે. હવે તેની જવાબદાર પાલિકા બની છે. ત્યારે આ મામલે શહેરી વિસ્તારોમાં ફોગીગ અને સફાઈની ઝુંબેશ પાલિકા ઉપાડે તે જરૂરી બની છે અને આ મામલે આરોગ્ય વિભાગ પાલિકાને નોટિસ આપી કાર્યવાહી કરે તેવી શહેરીજનોની માગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.