Abtak Media Google News

બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્પિટલ, હોટલ સહિત 1280 આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારી રૂા.1.51 લાખનો દંડ વસુલ કરાયો

ઓક્ટોબર માસમાં સતત ભેજવાળા વાતાવરણના કારણે, મચ્છરોએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા બાર દિવસમાં શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરીયાના 35 જેટલા કેસો નોંધાતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. મચ્છરોની ઉત્પતિ સબબ 1280 આસામીઓને નોટિસ ફટકારી રૂા.1.51 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત 1 થી 12 ઓકટોબર દરમિયાન 12 દિવસમાં શહેરમાં ડેન્ગ્યુના કુલ 31 કેસો નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ 165 કેસ નોંધાયા છે. મેલેરીયાના 4 સાથે કુલ 142 કેસ અને ચીકનગુનિયાના 2 સાથે કુલ 19 કેસો મળી આવ્યા છે. મચ્છરોની ઉત્પતિ અંગે 264 બાંધકામ સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 103ને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 228 ઈન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ દરમિયાન 92ને નોટિસ આપવામાં આવી છે. 33 હોસ્પિટલો પૈકી 10 હોસ્પિટલોમાંથી મચ્છરોનો ઉપદ્રવ પણ મળી આવ્યો હતો. 27 ભંગારના ડેલા પૈકી માત્ર બે માં જ મચ્છરોનો ગણગણાટ સંભળાતા તેને નોટિસ આપવામાં આવી છે. જ્યારે 18 હોટલોમાં ચેકિંગ દરમિયાન 3માં મચ્છરોની ઉત્પતિ જણાતા નોટિસ આપવામાં આવી છે. કુલ 1280 આસામીને નોટિસ ફટકારી રૂા.1.51 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

વાહકનિયંત્રણની કામગીરી હેઠળ ઓકટોમ્બર માસ દરમ્યાન ભોમેશ્વર વાડી, સંતોષી નગર જુલેલા નગર, પ્રહલાદ પ્લોટ, સમ્રાટ ઇન્ડસ્ટ્રી અલકા સોસા, ગુંદાવાડી, ધર્મ જીવન સોસા,  ઇન્ડસ્ટ્રી અટીકા,   મારુતિ નગર શ્રમજીવી સોસા,  પરાસર પાર્ક જામ નગર રોડ, કારણપરા, ખોડીયાર નગર, કૃષ્ણ નગર, શ્રી રામ પાર્ક, ભોમેશ્વર વાડી, આશાપુરા નગર, શ્રી રામ પાર્ક,  બજરંગ વાડી, સોની બજાર,  કેવડાવાડી,  હાથીખાના, ભોમેશ્વર વાડી,  પરસાણા નગર, રૂખડીયા,  જાગનાથ પ્લોટ,  ખોડીયાર નગર ઇન્ડસ્ટ્રી,  ધર્મ જીવન  સોસા., લક્ષ્મીવાડી, ગુંદાવાડી,  હર સિદ્ધિ ધામ,  રૈયાધાર,  રાધા નગર, ગુલાબ વિહાર, ગાંધી નગર,  હરી નગર, વિમલ નગર,  વૃંદાવન સોસા , શાસ્ત્રી નગર,  અજમેરા,  જીવરાજ નગર, રૈયાધાર સ્લમ કવા.,  શ્યામ નગર, સૂર્યોદય સોસા.,  ગુલાવ વાટિકા,  સદગુરુ નગર,   પટેલ નગર નાગબાઈ સોસા ઓમ નગર  જલજીત સોસા દ્વારકાધીશ સોસા ન્યુ મહાવીર નગર રવિ રાંદલ પાર્ક , રાધા નગર,  ગુલાબ વિહાર,  જનકપૂરી આવાસ વાડી આવાસ  નવીન નગર,  બાલ મુકુન્દ,  રાજદીપ સોસા,  સરદાર નગર , ભવાની નગર  ગાંધીગ્રામ  વિશ્વકર્મા સોસા  સદગુરુ નગર   કેરલા પાર્ક,  શાસ્ત્રી નગર  શ્રી નાથ પાર્ક રાજ નગર નવા ગામ ન્યુ શક્તિ સોસા  સિલ્વર નેસ્ટ સોસા , ભારત નગર મફતિયું હુડકો કવા,  શ્યામ સુંદરમ પાર્ક,  લક્ષ્મણ પાર્ક,  ખોડીયાર પાર્ક,  શિવ નગર, પાંજરાપોળ,  ગંજીવાડા,  બુદ્ધ નગર , મહાદેવ ઇન્ડસ્ટ્રી એરિયા,  શ્યામ સુન્દરમ પાર્ક, આસોપાલવ પાર્ક ,  ગુરુદેવ પાર્ક  રત્નદીપ સોસા  સદગુરુ સોસા , લાખાજીરાજ સોસા ગંજીવાડા વિવેકાનંદ સોસા , પટેલ પાર્ક,  શ્યામ પાર્ક, લક્ષ્મણ પાર્ક ખોડીયાર પાર્ક , પ્રજાપતિ નગર,  શિવ નગર, સિલ્વર નેસ્ટ પાંજરાપોળ, ભારત નગર,  રત્નદીપ સોસા , પાંજરાપોળ, રાધે ક્રિશ્ના નગર,  નવા થોરાળા, રાધે ક્રિશ્ના નગર નવા થોરાળા, ભાવનગર રોડ મેરામબાપા વાડી વિસ્તાર, રેસકોર્ષ પાર્ક ગીત ગુર્જરી સોસા, વર્ધમાન નગર ધર્મેન્દ્ર રોડ, પ્રહલાદ પ્લોટ વિસ્તારોને મચ્છરના પોરાનાશક કામગીરી હેઠળ આવરી લઇ 1,24,415 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 10,223 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.