Abtak Media Google News

મચ્છરજન્ય રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ: મેલેરિયા અને ચિકનગુનિયાનો એક-એક કેસ, શરદી-ઉધરસના 359, સામાન્ય તાવના 96 અને ઝાડા-ઉલ્ટીના 101 કેસ

શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ડેન્ગ્યૂ તાવે પણ ડાકલા વગાડવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં નવા 10 કેસ નોંધાતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. મચ્છરજન્ય રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ છે. મચ્છરોની ઉત્પતી સબબ 692 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

 

Screenshot 3 11

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી ડેન્ગ્યૂના 10 કેસો મળી આવ્યા છે. જ્યારે મેલેરિયા અને ચિકનગુનિયાનો એક-એક કેસ નોંધાયો છે. ચાલુ સાલ અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 36 જ્યારે મેલેરિયાના 15 અને ચિકનગુનિયાના 13 કેસ નોંધાયા છે.

Screenshot 4 12

ગત સપ્તાહે શરદી અને ઉધરસના 359 કેસ, સામાન્ય તાવના 96 કેસ અને ઝાડા-ઉલ્ટીના 101 કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે 69717 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. 2314 ઘરોમાં ફોંગીગ કરવામાં આવ્યું છે. અલગ-અલગ 508 સ્થળે મચ્છરો ઉત્પતિ સબબ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે રહેણાંક વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ દેખાતા 692 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.