‘ચાલને જીવી લઇએ’માં આજે સંતવાણીના ડાયરાની જમાવટ

જો આનંદ સંત ફકીર કરે, વો આનંદ નાહી અમિરી મેં… ચંદ્રેશ ગજજરના ગહેકતા કંઠે ભજનો-ગઝલોનો રસથાળ

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’માં રજૂ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કર્યા છે આપણા લોકો સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પણ પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેનું પ્લેસ્ફોર્મ પુરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હમેંશા પ્રયાસ રહ્યો છે.

ચાલને જીવી લઇએ શ્રેણીમાં આજે ભજનોની સાથે ઓતપ્રોત થતા કલાકાર ચંદ્રેશ ગજજર પ્રસારીત થશે. જુનાગઢ જિલ્લાના બામણ ગઢના વતની એવા યુવા કલાકાર ચંદ્રેશભાઇ છેલ્લા 13 વર્ષોથી લોકસંગીતના લાઇવ કાર્યક્રમો સાથે સંકડાયેલા છે તેઓને કિશોરભાઇ સોનગરા પાસેથી સંગીતનો વારસો મળ્યો છે.

સૌરાષ્ટ્રના અનેક સંતોના આશિર્વાદ મેળવાનારા આ કલાકારે ટીવીના માધ્યમથી શિવ ભજનો રજૂ કરી લોકચાહના મેળવી છે. ભજન-ગઝલની કલામાં રૂચી ધરાવતા ચંદ્રેશભાઇ આજે ‘ચાલને જીવી લઇએ’ શ્રેણીમાં પ્રસારીત થશે.

કલાકારો

 • કલાકાર: ચંદ્રેશ ગજજર
 • ડીરેકટર: પ્રિત ગોસ્વામી
 • તબલા: મહેશ ત્રિવેદી
 • પેડ: કેયુર બુધ્ધદેવ
 • કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા

આજે પ્રસ્તુત  ભજનો ગઝલો

 • ભોલેે તેરી જટામે…
 • ખુશી દેજે જમાનાને…
 • દર્દ જે હોય દિલમાં…
 • જો આનંદ સંત ફકીર કરે…
 • બેસૂરી બાંસૂરી કોન બજાવે…
 • મેરે ભોલે કે દરબાર મે…