રાજકોટમાં જન્મ-મરણના દાખલા કઢાવવા સિવિક સેન્ટરમાં અરજદારોનો ઘસારો

0
60

ઓનલાઈન પોર્ટલ ઈ-ઓળખનું સર્વર ડાઉન, ઉપયોગ કરતા ન આવડતું હોય સહિતના પ્રશ્નોએ લોકોની મુશ્કેલી વધારી

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે મૃત્યુદરમાં વધારો થયો હતો. જેના કારણે રાજકોટ મહાનગપાલિકાના સીવીક સેન્ટરમાં ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં ત્રણ દિવસ જન્મમરણના દાખલા માટેની કામગીરી બંધ રાખવામાં આવતા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના સિવીક  સેન્ટર ખાતે સવારથી જ બહોળી સંખ્યામાં જન્મ મરણના દાખલા માટે લાંબી કતારો જોવા મળી હતી.

સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો હતો. એક તરફ મહામારી ચાલી રહી છે ત્યારે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા ઇ-ઓળખ પોર્ટલમાંથી જાહેર જનતાને ઘરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા ગઇકાલથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરંતુ ઓનલાઇન પોર્ટલમાં સર્વર ડાઉન હોવું, લોકોને ઓનલાઇન કેવી રીતે પ્રક્રિયા કરવી તેની સમજણ ન હોવાથી મહાનગરપાલિકાના સિવીક સેન્ટર ખાતે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો.

‘અબતક’ સાથેની વાચતીચમાં સુરેશ મેરએ જણાવ્યું હતું કે અમે જન્મ માટેનો દાખલા માટે આવ્યા છીએ રાજકોટ સહીત બધે જ કોરોનાની મહામારી ચાલી રહી છે. પરંતુ રાજકોટ સીવીક સેન્ટરમાં અત્યારે બહોળી સંખ્યામાં જન્મ મરણના દાખલા કરાવવા આવ્યાં છે. અહિયા સુવિધા નથી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નથી. ઓનલાઇન પોર્ટલ કાલથી શરુ કરવામાં આવી છે. પરંતુ તેમાં સર્વરના પ્રશ્ર્નો છે. ત્રણથી ચાર વખત પ્રયત્નો કર્યા પરંતુ થયું નહીં. અંતે અહિ આવ્યાં સવારના 10.30 થી લાઇનમાં ઉભા છીએ હજુ વારો આવ્યો નથી. એક તરફ કહેવામાં આવે છે મેળાવડો ન કરો સોશ્યી ડિસ્ટન્સ રાખો પરંતુ કેવી રીતે રાખવું તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here