‘ડિપ્રેશન’ વર્તમાન સમયની નબળી માનસિકતા ‘સ્ટ્રેસ’ અને ‘ડિપ્રેશન’ વચ્ચેની પાતળી ભેદરેખા

0
25

અવસાદ (ડિપ્રેશન) ના કારણો, લક્ષણો અને ઉપાયો

‘ડિપ્રેશન’ એટલે કે ‘અવસાદ’માનસિક તણાવએ આજના સમયની મુખ્ય સમસ્યા છે. પરંતુ તણાવ તો દરેકની જીંદગીમાં હોય છે. તો શું દરેક વ્યકિત ડિપ્રેશનનો શિકાર હોય છે ? જવાબ છે ના એવું નથી, આજની લાઇફ સ્ટાઇલમાં માનસિક તણાવ સામાન્ય છે. પણ આ તણાવ જીંદગીનો ભાગ બની જાય અને દર વખતે તણાવમાં જ રહેવાની સ્થિતિ  ઉ5તન્ન થાય તો તે ડિપ્રેશનનું રૂપ લઇ શકે છે. ડિપ્રેશનના   શરૂઆતી દૌરના લક્ષણોને કેવી રીતે ઓળખવા અને તેનાથી છુટકારો મેળવવા કયાં કયાં ધરેલું ઉપાયો અપનાવવા જોઇએ ચાલો જાણીએ.

ડિપ્રેશન થવાના કારણો

ડિપ્રેશન થવા કોઇપણ કારણ હોય શકે છે. જેમ કે એકલા પણુ, કોઇ નજીકના વ્યકિતથી અલગ થવું, જોન બ મળવી અથવા જોબ ગુમાવવી,

એકિસડેન્ટ થવું અચાનક જીંદગીમાં કોઇ મોટાો બદલાવ થવો, આર્થિક સંકળામણ કોઇ બીમારી થવી અને ઘરના સ્થિતિ વગેરે કારણો સામેલ છે.

ડિપ્રેશનના લક્ષણ

ડિપ્રેશનના શિકાર વ્યકિત એકાંતમાં રહેવું વધાર. પસંદ કરે છે. કોઇ સાથે વાતચીત કરવાનું ટાળે છે. ખુશીના માહોલમાં પણ ઉદાસીનો અનુભવ કરે છે. કંઇકને કંઇક વિચારતો રહે છે.

આત્મ વિશ્ર્વાસની ઉણપ અનુભવે છે. નાની નાની વાતને લઇને ચિંતા કરે છે. નિર્ણય શકિતનો અભાવ કંઇક અશુભ થશે તેવી ચિંતાથી ધેરાયેલ રહે છે. નાની નાની વાત પર ડરી જાય છે. વધારે પડતો ગુસ્સો કરે છે તેમજ વધારે પડતી ઊંઘ ડિપ્રેશનના લક્ષણો છે.

ડિપ્રેશન દુર કરવાના ઉપાયો

ડિપ્રેશનના દર્દીએ એકલા રહેવાથી બચવું જોઇએ. મિત્રો સગા-સંબંધીઓ વગેરે સાથે મળતું રહેવું જોઇએ. કયારેક શોપિંગ કરવા તેમજ કયારે પીકનીકનો પ્લાન બનાવીને નીકળી પડવું જોઇએ, કોમેડી ફિલ્મો જોવી જોઇએ.

આનંદ આવે તેવું મ્યુઝીક સાંભળવું જોઇએ. જે વાતથી દુ:ખ થાયે તેને યાદ ન કરવી. પોઝિટીવ રહેવું જોઇએ. યોગ, એકસસાઇઝ, મેડીટેશનમાં ઘ્યાન આપવું જોઇએ. મોનીંગ તથા ઇવનીંગ વોક પર જવુ જોઇએ. જંકફૂડને છોડી હેલ્ધી ડાયટ લેવું જોઇએ સામાજીક પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેવું જોઇએ.

એ સિવાય પોષકતત્વોથી ભરપુર, ડાયટ લેવાથી અને જયુસ, સુપ, દુધ, દહીં સાથે લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરવું જોઇએ બીટ અને ટામેટાનું સેવન કરવું તેમજ દરરોજ એક સફરજન લેવું હિતાવહ છે. બે ત્રણ એલચી ખાવી, એક ચમચી બ્રાહ્મી અને એક ચમચી અશ્ર્વગંધા પાવડર લેવો, તથા વાસી ખોરાકનું સેવન ન કરવું વગેરે કાળજી રાખવાથી અવસાદથી બચી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here