ગુજરાત બજેટ: 2021-22નું બજેટ રજૂ કરતા નાણાંમંત્રી નીતિન પટેલ

આજે ગુજરાત સરકાર 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. રાજ્ય સરાકરની આ બેજટ પેપરલેસ જરૂ કરવામાં આવશે અને આ બજેટ ઓનલાઈન પણ જોઈ શકાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવમી વાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં આરોગ્ય સેવા પર વધુ ભાર મુકાઈ શકે છે.

•અહીં જાણો બજેટના પળેપળના અપડેટ•

•એક્સપોર્ટ કમ્પીટિંટિવનેસ ઈન્ડેક્ષ 2020માં ગુજરાત આગળ,સ્ટાર્ટએપ રેકિંગ અને લોજીસ્ટિક રેકિંગમાં પણ સતત 2વર્ષથી ગુજરાત આગળ

•નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે

•આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડનું જોગવાઈ

•આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

•મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

•ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે

•બેજેટમાં યુવાઓ માટે રોજગારીની જોગવાઈ આગામી 5 વર્ષમાં સરકારી કચેરી, બોર્ડ અને કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી કરાશે.

•ગુજરાતને કોરોનામુક્ત કરવા અવિરત કામ કરી રહ્યાં છીએ:નીતિન પટેલ

આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટ મામલે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બજેટની તમામ કામગીરી પૂર્ણ થઈ છે અને બજેટમાં સર્વાંગી વિકાસને ધ્યાને રાલહવામાં રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દરવર્ષે અમે પ્રજાલક્ષી કામો અને વ્યસ્થાઓ ઉભી કરીએ છીએ.

આ બજેટલને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બજેટને લઈને તમામ કામગીરી થઈ ચુકી છે. અને બજેટમાં સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.

આ બજેટમાં આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મુકાશે. સાથે જ આ વખતના બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો પર ફોકસ કરવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. ગુજરાતના અર્થતંત્રને વેગ આપવાની સાથે મહત્તમ રોજગારી નિર્માણ થાય તેના પર આ બજેટના માધ્યમથી ફોકસ કરવામાં આવે તેવી શક્યતા છે.