Abtak Media Google News

 

કચ્છના મોટા રણમાં  વિક્ષેપ ઉભો  થતા સુરખાબે 1998થી નાના રણમાં ધામા નાખ્યા છે

 

અબતક,

સબનમ ચૌહાણ,

સુરેન્દ્રનગર

દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. ત્યારે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી છે. અત્યાર સુધી સુરખાબ દર વર્ષે કચ્છના મોટા રણમાં શુયાળો ગાળવા આવવાની સાથે હજારોની સંખ્યામાં લાઇનબદ્ધ અનોખી માળા વસાહત બનાવી ઇંડાઓનું સંવનન કરી હજારોની સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપી માનવીય ખલેલથી પર એવા રણમાં ઉડતા શીખવાડી બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરી પોતાના માદરે વતન પરત ફરે છે. પણ 1998 બાદ આ વર્ષે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી છે.

સુરખાબ સમૂહમાં માળા બનાવે છે. ચારે બાજુએ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી 40થી 45 ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડા મૂકે છે. જેથી સંવનન બાદ બચ્ચા નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાઓને ઉડતા શીખવાડી ચોમાસા બાદ બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરે છે.

નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જીલંધર બેટમાં નોંધાઇ હતી. આ વસાહત 250 જેટલા એકરમાં નોંધાઇ હતી. તેમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગષ્ટ-1998માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં 25 હજારથી 30 હજાર જેટલા માળા, 30 હજાર જેટલા પુખ્ત ઉંમરના પક્ષીઓ અને 25 હજાર જેટલા બચ્ચાં હતા.

ભારત દેશમાં વિવિધ પક્ષીઓની કુલ 1295 જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે. જે પૈકી 479 જેટલી પ્રજાતિઓ તો ગુજરાતમાં જ નોંધાયેલી છે. જેમાં માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા રણમાં દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ, સુરખાબ અને ફ્લેમીંગો સહિતના પક્ષીઓ શિયાળો ગાળવા દર વર્ષે આવે છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રણવિસ્તારમાં જેને સરકાર દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે જ્યાં અનેક પ્રકારના પક્ષીઓ તેમજ ઘુડખર નીલગાય તેમજ અવનવા રંગબેરંગી પક્ષીઓ આ વર્ષે તોરણમાં   લોકડી એ પણ બે બચ્ચા કર્યા છે. ત્યારે રણનો નજારો કંઇક ઓર જ પ્રકારનો શિયાળામાં જોવા મળે છે ત્યારે આ પ્રકારની વસાહત પણ રણમાં પક્ષીઓ બનાવે છે અને પોતાના બચ્ચા નો ઉછેર કેન્દ્ર આ વિસ્તારમાં અનુકૂળતા મુજબ બનાવી અને બચ્ચા નો ઉછેર કેન્દ્ર પણ સુરેન્દ્રનગર જીલ્લાનું રણ વિસ્તાર બન્યો છે ત્યારે હજુ સરકાર આ વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો અને પક્ષીઓને બારેમાસ ખાવાપીવાની વ્યવસ્થા જો સરકાર દ્વારા હાથ ધરવામાં આવે તો આ રણ વિસ્તાર નો નજારો કંઇક અનેક પ્રકારનો જ બની જાય અને પ્રવાસીઓની માત્રા પણ વધી જાય તેઓ ગામ ગ્રામજનો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.