મેડિકલમાં ધસારો છતાં રોગ મટવાનું નામ લેતા નથી, તબીબી વ્યવસાયનો મુળ હેતુ વિસરાઈ ગયો ?

દર્દીને વૈદ્ય (ડોકટર) વ્હાલા લાગે… સમાજમાં ડોકટરોના વ્યવસાય, સન્માન અને ભગવાન તુલ્ય માન આપવાનો ગણવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તબીબી વ્યવસાયમાં ડોકટરોના અભિગમમાં સેવાની જગ્યાએ મેવાનો હેતુ આવી ગયો હોય તેમ સામાજીક તબીબો પ્રત્યેના દ્રષ્ટિકોણમાં પણ ખુબજ પરિવર્તન આવી ગયું હોય તેમ એક જમાનામાં ડોકટર પાસે જઈને દર્દી બેફીકર થઈ જતાં હતા હવે દરેક દર્દીને એક એવી ચિંતા થાય છે કે, હું જે ડોકટરનું ક્નસલ્ટ કરાવું છું તે યોગ્ય છે કે કેમ ? બધા તબીબો એક સરખા હોતા નથી પરંતુ મોટાભાગે અત્યારે તબીબી સેવા આપનાર માટે લાભકારક અને લેનાર માટે બોજરૂપ બની ગઈ હોય તેવું ચિત્ર ઉભુ થયું છે.

ડોકટર યુ ટુ ?

ડોકટરને ભગવાનનું સ્વરૂપ માનવાની સામાજીક લાગણીમાં હવે એકાએક બદલાવ આવવાનું કારણ શું ?: તબીબી વ્યવસાયનો મુળ હેતુ વિસરાઈ ગયો ?

ડોકટરોની અછત છે તેની સામે રોગચાળા વધી ગયા છે. હોસ્પિટલ અને મેડિકલ વિદ્યાશાખાઓમાં ધસારો છે પરંતુ રોગચાળો મટવાનું નામ લેતા નથી. લોકો તબીબો પાસે જતાં સલામતીના બદલે અસલામતીનો ભાવ અને એક અજ્ઞાત ભયથી ભયભીત છે, અસલામતી છે અને શું કામ આવી પરિસ્થિતિ સર્જાય છે તે  ખરેખર સામાજીક અને તબીબી ક્ષેત્રને ખરેખર માનવ ધર્મની દ્રષ્ટિએ અપનાવેલા ડોકટરોએ વિચારવાનો સમય આવી ગયો છે. શું કામ લોકોને તબીબો પ્રત્યે અસમંજસની લાગણી ઉભી થઈ છે.

અત્યારે વિદ્યાર્થીઓમાં એન્જીનીયરીંગ કરતા તબીબી વિદ્યાશાખા તરફ આકર્ષણ વધ્યું છે. તાજેતરમાં જ આવેલા રાષ્ટ્ર વ્યાપી અભ્યાસ સર્વેમાં તબીબી વિદ્યાશાખામાં 51 ટકાનો વધારો નોંધાયો છે ત્યારે એન્જીનીયરીંગની પસંદગી ટકાવારી 13 ટકા વધી છે. દેશમાં ઉચ્ચ અભ્યાસક્રમની સંસ્થાઓમાં 11.4 ટકાનો વધારો થયો છે. યુનિવર્સિટીમાં 30.5 ટકાનો વધારો થયો છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે જઈ રહ્યાં છે અને એન્જીનીયરીંગમાં સંખ્યા ઘટી રહી છે. 42343 કોલેજોમાંથી 60.6 ટકા જેટલી સંસ્થાઓ ગ્રામ્ય વિસ્તારોમાં તેમાંથી 10.8 ટકા જેટલી કોલેજો મહિલાઓ માટે છે અને તેમાંથી 78.6 ટકા કોલેજમાં કો એજ્યુકેશન  અભ્યાસ ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં 81, તેલંગણામાં 80, ઉત્તરપ્રદેશમાં 77 ટકા કોલેજોમાં 4 ટકા એવી છે જેમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.

વિદ્યાર્થીઓમાં એન્જીનીયરીંગ કરતા તબીબી ક્ષેત્રનું આકર્ષણ વધ્યું છે. પરંતુ તબીબી વ્યવસાયની નીતિ મત્તામાં હવે વધુમાં વધુ પ્રેક્ટિકલ અને વ્યવસાયીક અભિગમ આવી રહ્યો છે. તબીબી વ્યવસાય માનવજાતનું દુ:ખ દર્દ અને બિમારીઓમાંથી ઉગારવા માટેનો છે પરંતુ અત્યારે વધતું જતું શિક્ષણ ખર્ચ અને મોંઘી બનતી ડિગ્રીના કારણે ડોકટરોને સેવાના બદલે થયેલો ખર્ચ વસુલવા પર ધ્યાન આપવું ફરજિયાત બન્યું છે. એક રોગ મટતો નથી ત્યાં બીજો રોગ આવી જાય છે.

તબીબી અભ્યાસ અને સારવારની વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક ડોકટરો અને દર્દી વચ્ચેનો આત્મીય અને માનવતાનો સેતુ ચૂકી જવાતો હોય તેમ તાજેતરમાં જ કોરોનાની મહામારીનો ઈલાજ અને બેદરકારીના કારણે કોરોનાની સાથે બેદરકારીથી મ્યુકરમાઈકોસીસ જેવી બિમારી ઉભી થઈ છે.

ડોકટરોના બદલાયેલા અભિગમથી બિમારીઓમાં પણ હવે બાયોપ્રોડકટ મળવા લાગી છે. તબીબી વ્યવસાયનો વધતો જતો અવિશ્ર્વાસ ઓછો થાય તે માટે ખરેખર આત્મમંથન કરવાની જરૂર છે. બધા ડોકટરો માત્ર કમાવવા માટે જ પ્રેક્ટિસ કરતા નથી પરંતુ કમાણીની પ્રેક્ટિસનું પ્રમાણ વધ્યું તે પણ એન નગ્ન વાસ્તવિકતા છે. ડોકટરો બનવા માટે વિદ્યાર્થીઓમાં ધસારો છે પરંતુ આ વિદ્યાર્થીઓ સારા ડોકટર બને તે પણ જરૂરી છે.