Abtak Media Google News

આધારના ડેટાના દુ‚પયોગથી પ્રાઈવસીના અધિકારનો ભંગ થશે: ન્યાયાધીશ ચંદ્રચુડ

આધાર કાર્ડને બંધારણીય દરજો આપી તેની માન્યતા માટે સુપ્રીમ કોર્ટે ફેવરમાં નિર્ણય લીધા બાદ પણ આધારની ગોપનીયતા અંગેનો પ્રશ્ન હજુ પણ લટકતો છે. આધારમાં પ્રાઈવસી અંગેના સવાલો છતા માન્યતા યથાવત છે પરંતુ હજુ માત્ર પાનકાર્ડ, આઈટી રિટર્ન અને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે જ આધાર ઉપયોગી બનશે.

પરંતુ આધારના કાયદાને મની બીલ તરીકે સાંસદમાં પસાર ન કરી શકાય તેની સ્પષ્ટતા કોર્ટે કરી છે. ન્યાયધીશ ચંદ્રચુડે જણાવ્યું હતુ કે આમ કરવાથી આધાર કાર્ડના દુ‚પયોગની શકયતાઓ વધી જશે. દેશભરમાં મોટાભાગના લોકોનાં બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલા છે. તો એલપીજી સબસીડીમાં પણ આધારને જ‚રી બનાવ્યું હતુ.

ભારતીય બંધારણનાં સેકશન ૪૭ મુજબ આધાર એકટમા દર્શાવાયું છે કે તેની ગોપનિયતાનો ગેરઉપયોગ થતો જણાય તો તે વ્યકિત એફઆઈઆર નોંધાવી શકે છે. આધારને લગતી કોઈ માહિતી લીક અથવા ફોડ જણાય તો ફરિયાદ નોંધાવી શકાય છે.

પરંતુ હવે માટે પાન કાર્ડ, આઈટી રિટર્ન માટે જ આધાર ફરજીયાત હોવાથી લોકો ગોપનિયતા અંગે ફરિયાદ નોંધાવી શકશે કે કેમ? આ પ્રશ્ન અનેક કાયદાઓ છતા હજુ લટકતો જોવા મળ્યો છે. તાજેતરમાં જ હેકરોને આધાર એનરોલ્મેન્ટ સિસ્ટમાંથી ૨૬ નિશાનો મળી આવ્યા હતા જે ડિવાઈઝની મદદથી જીપીએલ સીસ્ટમ દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં એકસપર્ટ છે. અને એક વખત સીસ્ટમ ઈન્સ્ટોલ કર્યા બાદ વિશ્વમાં કયાય પણ આ સિસ્ટમ ઉભી કરી શકાય છે.

જોકે આધાર વ્યકિતની ઓળખ માટે ખૂબજ મહત્વનું સાધન છે. કારણ કે કોઈ એક વ્યકિત બે આધાર કાર્ડ બનાવી શકતુ નથી. જોકે ડુપ્લીકેટ સોફટવેર પણ ૧૦૦ ટકા એકયુરેટ નથી માટે કહી શકાય કે આધારનાં ઉપયોગ, ફાયદા અને ગેરફાયદાની વચ્ચે પણ પ્રાઈવસીનો મુદો લટકતો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.