Abtak Media Google News

આરોગ્ય સમિતિના સભ્ય મોહનભાઈ સોજીત્રાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

કોરોનાનો કહેર વધતા હાલમાં પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સમાજ એકતા એજયુકેશન ટ્રસ્ટના આરોગ્ય સમિતિના સદસ્ય દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી કે, કોરોનાની બીજી લહેરની ભયંકરતા સમજી હવે લોકોમાં જાગૃતિ આવી છે. લોકો વેકસીન મુકાવવા તથા કોરોના ટેસ્ટીંગ માટે (હોમ ટુ હોમ) સ્ટાફ મુકીને ટેસ્ટીંગ કરી કયા-કયા વોર્ડ-વિસ્તારમાં રેકર્ડ આધારીત પોઝીટીવ દર્દી છે તેનું રેકર્ડ રાખી વિવિધ પ્રકારના કોવિડ બેડની રિયલ ટાઈમ જાણકારી સરકારે વેબસાઈટના માધ્યમથી આપવી જોઈએ. જે-તે હોસ્પિટલમાં કોવિડ દર્દીને બેડ આપવામાં આવે એટલે વેબસાઈટ પર દર્શાવાતા ઉપલબ્ધ બેડની સંખ્યા નીચે જાય અને કોઈ દર્દી ડિસ્ચાર્જ પામે તો તે હોસ્પિટલના ઉપલબ્ધ બેડની સંખ્યા ઉપર આવે તેવી અપડેટ સરકારે 24 કલાક આપવી જોઈએ. જેથી હોસ્પિટલે દોડવાની જગ્યાએ દર્દી તેને અનુકૂળ હોય તેવી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઈ શકે. સરકારે દરેક જિલ્લા અને તાલુકા મથક પર એવી લેબોરેટરી વિકસાવે કે જયાં આરટીપીસીઆર ટેસ્ટ થઈ શકે જે વિસ્તારોમાં આવી લેબોરેટરી ઉભી કરવામાં આવે. આ અંગે સરકાર પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપના વિકલ્પો વિશે પણ વિચારી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.