વિપક્ષ દેખાવ કરે તો અટકાયત, ભાજપના આગેવાનોના ઘુંટણીયા પડી જાય તે પોલીસ માટે નિંદનીય: રાજભા ઝાલા

0
151

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને ભૂતપૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રાજભા ઝાલાએ એક નિવેદનના માઘ્યમથી ભાજપની બેશર્મી અને પોલીસના નમાલા પણને કડક શબ્દોમાં વખોડતા જણાવ્યું છે કે, સમગ્ર દેશ કોરોના મહામારીમાંથી ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તેવા સમયે રાજકોટમાં નાગરીકો ઓકસીજનના અભાવે અને હોસ્5િટલમાં બેડ નહોતા મળતા તેના કારણે નાગરીકના મૃત્યુ નિપજતા હતા તેવા સમયે શાસક પક્ષની ફરજ છે કે લોકોને મદદરુપ થાય પણ કમનસીબે તે સમયે અદ્રશ્ય થઇ ગયેલા કહેવાતા લોકસેવકોને અત્યારે રાજનીતી કરવા માટે બહાર આવ્યા તે ખુબજ નિદનીય અને બેશર્મીની પરાકાષ્ટા કહેવાય.

નિવેદનમાં રાજભાએ પોલીસની માયકાંગલાવૃતિ અને પક્ષપાત ભરેલી રીતની પણ કડક શબ્દોમાં આલોચના કરતા જણાવ્યું છે કે, વિપક્ષના કાર્યકર્તા પ્રજાને પીડતા પ્રશ્ર્નો વખતે પણ દેખાવ કરે તો તુરંત બળજબરીથી વિપક્ષના આગેવાનોને પોલીસ ઉઠાવી લે છે અને ભાજપના આગેવાનોના ઘુંટણીયે પડી જાય છે. જે પોલીસ માટે ખુબ જ નિંદનીય બાબત છે.

નિવેદનના અંતમાં રાજભાએ ભાજપને આત્મ ચિંતન કરી અને નાટકો બંધ કરવાની સલાહ આપી છે અને પોલીસ કમિશ્ન્ર પણ કહયું કે આપ કાયદાને વફાદાર રહીને કામ કરો આપની પક્ષપાત ભરેલી નીતીથી સમગ્ર પોલીસ બેડાનું મોરલ ડાઉન થઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here