સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના ચેકીંગ મુદે એનસીપીના મહિલા આગેવાનની અટકાયત

રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ફાયર સેફટીનું ચેકીંગ કરવા માટે આજે એનસીપી નેતા રેશ્મા પટેલ સહિતના કાર્યકરો પહોચ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસે રેશ્મા પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી ત્યારે રેશ્મા પટેલે કહ્યું કે અમારી રજૂઆત સાંભળવી પડે આવી દાદાગીરી ન ચાલે ત્યો પોલીસે રેશ્મા પટેલના વાળ પકડી ધકકો મારી ગાડીમાં બેસાડયા હતા.

રેશ્મા પટેલે સીવીલ હોસ્પિટલમાં રિયાલીટી ચેક કરવાની જીદ પકડી હતી. જેથી પોલીસે રેશ્મા પટેલને પકડી અને જીપમાં ધકકો મારીને બેસાડી દીધી હતી રેશ્મા પટેલે કહ્યું કે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ.અમારી રજૂઆત સાંભળવી પડે આવી ગુંડાગીરી કે દાદાગીરી ચલાવી લેવામાં ન આવે આમ છતા પ્ર.નગર પોલીસે પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ, જિલ્લા અધ્યક્ષ સંદીપ ડોબરીયા અને શહેર અધ્યક્ષ ભૌમિક પારેખની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.