દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધી રહ્યો છે કોરોના કહેર,જાણો કેટલા કેસ નોંધાયા

ચીફ ઓફિસરના પિતાનું કોરોનાથી મૃત્યુ

1પ દર્દી વેન્ટીલેટર અને 17 ઓકિસજન પર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો કહેર વધતો જાય છે એકનું મૃત્યુ થયું હતું અને 3ર દર્દીઓની ગંભીર હાલત હોવાનું હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના કહેર વધતા આજે વહેલી સવારે દ્વારકા પાલિકા ચીફ ઓફીસર ચેતન હડીયાના પિતા બી.એમ. હડીયા જેઓ કોરોના હોસ્પિટલ ખંભાળીયામાં સારવારમાં હતા તેમનું મૃત્યુ થયું હતું. પાંચેક દિવસથી દાખલ બટુકભાઇ હડીયાને અસ્થમાની પણ તકલીફ હતી છતાં ટ્રીટમેંટ ચાલી હતી.

મોબાઇલ પર ગઇકાલે પૂજા કર્યા પછી તબીયત બગડતા રાત્રે છેલ્લા શ્ર્વાસ લીધા હતા કોરોના સંઘર્ષની ગાઇડ લાઇન મુજબ તેમની અંતિમ વિધિ ખંભાળીયામાં જ કાઢવામાં આવી હતી.

કોરોનાના રોગચાળો વધતા તથા દર્દીઓ ગમે ત્યાં દવા લઇ છેલ્લે સરકારીમાં દાખલ થતાં હોય સરકારી કોવિડ હોસ્પિટલ ખંભાળીયામાં આજે 3ર જેટલા દર્દીઓ ગંભીર ગણાય તેવા 1પ વેન્ટીલેટર પર અને 17 ઓકિસજન પર રાખવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  કોરોનાના કેસ વધતા જતા હોય જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુતરિયા દ્વારા દ્વારકા ભાટીયા, ખંભાળીયામાં કોરોના સંદર્ભે સરકારી હોસ્પિટલમાં દર્દી વધતા હોય ખાનગી હોસ્પિટલો તથા દ્વારકાની સરકારી હોસ્પિટલમાં  દર્દીઓની સાવાર માટેની વ્યવસ્થા માટે તજવીજ હાથ ધરી છે.