Abtak Media Google News

ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022 અંગે આયોજિત બેઠકમાં રાજકોટ જિલ્લા કલેકટર ઓનલાઈન જોડાયા

રાજય સરકાર દવરા વર્ષ 2022-23ના ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.23,24 અને 25 જૂન દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં સચિવાલય, ગાંધીનગર ખાતે બ્રીફીંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા કક્ષાએથી જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ વિડિયો કોન્ફરન્સ મારફતે સામેલ થયા હતા. આ બેઠકમાં શિક્ષણમંત્રીશ્રીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ શિક્ષણ વિભાગના શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, જી-શાળા એપ જેવા વિવિધ પ્રકલ્પોની સફળતા દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પાયો મજબૂત કર્યો હોવાનું જણાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં વિદ્યાર્થીઓને પડેલી મૂંઝવણમાંથી તેઓને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. હાલમાં રાજ્યની શાળાઓમાં હાલમાં આશરે 21 હજાર જેટલા ઓરડા બની રહ્યા છે. શિક્ષણ વિભાગના સચિવ દ્વારા પ્રવેશોત્સવ અંતર્ગત વર્ષ 2019-’20માં નામાંકન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી સહિતની બાબતોની સમીક્ષા તેમજ વર્ષ 2022ની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

જેમાં અધિકારીઓને દરેક તાલુકાના ક્લસ્ટરવાઈઝ શાળાઓની ફાળવણી, સી.આર.સી.ની રીવ્યુ બેઠકનું આયોજન, રૂટની યાદી, શાળા પસંદગીના ધોરણો, કીટનું વિતરણ કુમાર- ક્ધયા વચ્ચે ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો, બાળકોના નામાંકનની સમિક્ષા, લર્નિંગ લોસ માટે સમયદાન વર્ષ 2019-20માં વિદ્યાર્થીઓનું શાળામાં 100 % નામાંકન, 100% એનરોલમેન્ટ, 100% ઓનલાઇન હાજરીના પ્રયાસ, સંત્રાત પરીક્ષાઓની સુચારુ કામગીરી સહિતના મુદ્દાઓ અંગે આવરી લીધા હતા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે. બી ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા આયોજન અધિકારી નીતિનભાઈ ટોપરાની, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.