Abtak Media Google News

2022માં નીતિ આયોગ દ્વારા પ્રકાશિત એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં ભારતના તમામ રાજ્યોમાં ગુજરાતને તાજેતરમાં પ્રથમ સ્થાન મળ્યું

ગુજરાતે ક્લાઈમેટ ચેન્જ પર તૈયાર કર્યો સ્ટેટ એક્શન પ્લાન :IIT, ગાંધીનગર અને  IIM, અમદાવાદ કરશે મદદ

અબતક,રાજકોટ

આપણે સૌ આજે બદલાતા વાતાવરણની અસરો અનુભવી રહ્યાં છીએ. ક્યારેક અતિશય ઠંડી તો ક્યારેક અતિશય ગરમી અને ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક અસામાન્ય વરસાદ તેમજ ક્યારેક વાવઝોડા અને વંટોળની સ્થિતી સર્જાય છે. આ બધી ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ બધી સમસ્યાઓના મૂળમાં ગ્લોબલ વોર્મિંગ રહેલું છે. જેને કારણે આ ક્લાઇમેટ ચેન્જની સ્થિતી આજે વિશ્વ ભરમાં છેલ્લા કેટલાક વર્ષો થી અનુભવાઇ રહી છે. આ સમસ્યા આજે સમગ્ર વિશ્વ સામે ખતરારૂપ ઘંટડી સમાન છે. જો હાલ આ બાબતે કોઇ ચોક્કસ પગલા લેવામાં નહી આવે તો આવનારી પેઢીના ભવિષ્ય સામે સવાલ ઉભા થઇ શકે છે. ગુજરાત સરકાર રાજ્યનાલોકોની સુખાકારી માટે હંમેશા સંવેદનશીલ રહી છે અને કોઇ પણ અવરોધો સામે પગલા લેવામાં હંમેશા અગ્રેસર રહી છે. ત્યારે આ ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ મળે તથા આવનાર પેઢીને સારું ભવિષ્ય મળે તે માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતના સક્રિય અભિગમના ભાગરૂપે, વર્ષ 2009માંગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ક્લાયમેટ ચેન્જનાસ્વતંત્ર અલાયદા વિભાગની સ્થાપના કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

ક્લાઇમેટ ચેન્જની અસર સામે લડવાઆ મુજબના સ્વતંત્ર વિભાગની રચના કરનાર ગુજરાત સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ સ્થાને છે. આ ક્લાઈમેટ ચેન્જન વિભાગ ક્લાઈમેટ ચેન્જકના અનૂકુલન અને શમન માટેની વિવિધ નીતિઓ અને યોજનાઓ પર કામ કરી રહ્યું છે. ગુજરાતે ભારતના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અનુસાર ક્લાઈમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્ય કાર્ય યોજનામાં નવ વિષયો જેવા કે કૃષિ, પાણી, આરોગ્ય, જંગલો અને જૈવ-વિવિધતા, દરિયાઈ સપાટીમાં વધારો અને દરિયાકાંઠાની માળખાકીય સુવિધાઓ, ઉર્જા કાર્યક્ષમતા અને નવીનીકરણીય ઉર્જા, શહેરી વિકાસ, નબળા સમુદાયો અને ગ્રીન જોબ્સના ક્ષેત્રોનો સમાવેશ કરતી અનુકૂલન અને શમનની ક્રિયાઓનો સમાવેશ થાય છે. જઅઙઈઈ (સ્ટેટ એક્શન પ્લાન કલાઇમેટ ચેન્જ)ને તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરની મદદથી અદ્યતન કરવામાં આવી છે.

ક્લાઇમેટ ચેન્જ પર ગ્રીન બજેટ માં રૂ.9000 કરોડની જોગવાઇ : આ પ્રવૃતિને વેગ આપવા વિવિધ વિભાગો સાથે ભાગીદારી: છેલ્લા 5 વર્ષથી, આ વિભાગ ક્લાઈમેટ ચેન્જ અનુકૂલન અને શમનને લગતી વિવિધ વિભાગોની પ્રવૃતિઓનું સંકલન કરીને ગુજરાતનું ગ્રીન બજેટ રજૂ કરી રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં રાજ્ય સરકારના અન્ય 19 વિભાગો દ્વારા ક્લાઈમેટ ચેન્જ સ્કીમ હેઠળ રૂ. 9000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ક્લાઈમેટ ચેન્જ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગુજરાત યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે.ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટે યુનિસેફ, ૠઈંણ અને ઈંઈકઊઈં જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પણ ક્લાઈમેટ ચેન્જ પર વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા ભાગીદારી કરી છે.ભારત સરકારે ગુજરાતના ક્લાઈમેટ ચેન્જ (NAFCC) પ્રોજેક્ટ માટે નેશનલ એડેપ્ટેશન ફંડ મંજૂર કર્યું છે જે કચ્છ, ગુજરાતમાંકુદરતી સંસાધન આધારિત સમુદાયો માટે ક્લાઈમેટ ચેન્જ અનુકૂલન અને પાણી અને આજીવિકાની સુરક્ષા અને ઇકોસિસ્ટમ પુન:સ્થાપન દ્વારા સ્થિતિસ્થાપકતામાં વધારોથાય તેના ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં પાણીની સુરક્ષા, આજીવિકાની સુરક્ષા અને ઇકોસિસ્ટમ પુન:સ્થાપનને સુનિશ્ચિત કરવાના હેતુ માટેની15 વિવિધ પ્રવૃત્તિઓ સામેલ છે.

રિન્યુએબલ ઉર્જામાં અગ્રેસર ગુજરાત : પવન ઉર્જા અને સૌર ઉર્જામાં દેશમાં બીજું સ્થાન

પવન ઊર્જાની ઝાંખી :

ગુજરાત દ્વારા વર્ષ 1993  94 માં દેશની સૌ પ્રથમ પવન ઊર્જા નીતિ જાહેર કરવામાં આવેલ. સમગ્ર ભારતમાં 31 ઓગસ્ટ2022 ની સ્થિતિએ 41204.68 મે. વો. ક્ષમતા ના વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવેલ છે. જે પૈકી 9566.36 મે. વો. ની ક્ષમતા સાથે ગુજરાત નું યોગદાન બીજા સ્થાને છે. જે આશરે 23.2% જેટલુ થાય છે.

સૌરઊર્જાની ઝાંખી:

ગુજરાત દ્વારા વર્ષ 200809માં દેશની સૌ પ્રથમ સૌરઊર્જા નીતિ જાહેર કરવામાં આવેલ.સમગ્ર ભારતમાં 31 ઓગસ્ટ2022 ની સ્થિતિએ 59302.70 મે. વો. ક્ષમતા ના સૌર પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવેલ છે. જે પૈકી 8075.21 મે. વો. ની ક્ષમતા સાથે ગુજરાત નું યોગદાન બીજા સ્થાને છે. જે આશરે 13.6. જેટલુ થાય છે.

દેશની ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા ક્લાઈમેટ ચેન્જ ઈમ્પેક્ટ્સ એન્ડ રિસર્ચ પર અધ્યયન

ક્લાઈમેટ ચેન્જ વિભાગ IIM,અમદાવાદ, IIT,ગાંધીનગર, ઈઊઙઝ, ૠઊછખઈં, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ખ.જ  યુનિવર્સિટી વગેરે સહિત ગુજરાત રાજ્યની પ્રખ્યાત સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ ક્લાઈમેટ ચેન્જ માટેના રિસર્ચને સમર્થન આપી રહી છે.ગુજરાત જઅઙઈફઈ રાષ્ટ્રીય માર્ગદર્શિકા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (જઉૠત), પેરિસ કરાર અને પંચામૃત માટે ભારતના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (ઈંગઉઈ) સાથે સંકળાયેલ છે.ગુજરાત વર્ષ2030 માટે રાષ્ટ્રીય લક્ષ્ય સાથે રાજ્ય સ્તરે પુન:પ્રાપ્ય ઉર્જા લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેની વ્યૂહરચના અને રોડમેપ તૈયાર કરી રહ્યું છે.IIM અને IIT સાથે પરામર્શમાં રહી બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન જેવા નવીન ઉર્જા ઉકેલો પર નવી વ્યૂહરચના વિકસાવી રહ્યું છે તેમજ નેટ ઝીરો માટે રોડમેપ પણ વિકસાવવામાં આવી રહ્યો છે.

” 2022માં નીતિ આયોગ દ્વારા પ્રકાશિત એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં ભારતના તમામ રાજ્યોમાં ગુજરાતને તાજેતરમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ

સરકારી ઈમારતો ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ બેસાડવાની યોજના : ગુજરાત સરકારની કલાઈમેટ ચેન્જ પોત્સાહક નિતીના કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપમાં  1937 મેગાવોટ ક્ષમતા સાથે અગ્રેસર છે.સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી અંદાજે 1771 શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય કેન્દ્ર જેવી કે કલેક્ટર/મામલતદાર કચેરી, આરટીઓ કચેરી, ટ્રેઝરી ઓફિસ, સરકારી કોલેજો, કોર્ટ સંકુલ, પોલીસ સ્ટેશન, સરકારી સિવિલ હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે ઈમારતો પર કૂલ 40590 કિલોવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવેલ છે.સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ માટે સબસીડી યોજના:સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના હેઠળ રાજ્યમાં આવેલ ગૌશાળા/ પાંજરાપોળ/ શૈક્ષણિક સંસ્થાઓ/ ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો / હોટલ/ પ્રાઇવેટ ડેરીઓ/ એગ્રોફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ/ કો-ઓપરેટીવ સુગર ઈન્ડસ્ટ્રીઝની લાભાર્થી તરીકે પસંદગી કરવામાં આવે છે.

આ યોજના હેઠળ બિન નફાકીય સંસ્થાઓને બાયોગેસ પ્લાન્ટની કિંમતના 75% અને નફાકીય સંસ્થાઓને બાયોગેસ પ્લાન્ટની કિંમતના 50% સબસીડી આપવામાં આવે છે. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઊર્જા કાર્યક્રમ પંખાઓ બેસાડવા ની યોજના: આ યોજના અંતર્ગત વર્ષ: 2017-18 થી અત્યાર સુધીમાં કુલ 76016 પંખા, ગુજરાતના જુદા જુદા કુલ20 જિલ્લાઓની 8769 શાળાઓમાં લગાવવામાં આવેલા છે. જેના દ્વારા અત્યાર સુધીમાં કુલ 12.56 મિલીયન યુનિટની વીજ બચત થયેલી છે તેમજ 12557 ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયેલ છે.

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઊર્જા કાર્યક્રમ એલ.ઈ.ડી. ટ્યુબલાઈટ બેસાડવાની યોજના:આ યોજના અંતર્ગત વર્ષ: 2017-18 થી અત્યાર સુધીમાં કુલ 115434 ટ્યુબલાઇટ, ગુજરાતના જુદા જુદા કુલ 23 જિલ્લાઓની 11690 શાળાઓમાં લગાવવામાં આવેલ છે. સદર યોજના દ્વારા અત્યાર સુધીમાં કુલ 30.79 મિલીયન યુનિટની વીજ બચત થયેલ છે તેમજ 30787 ટન કાર્બન ડાયોકસાઈડ ના ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયેલ છે.

પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન યોજના: પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ્ય વિસ્તારોમાં સખી મંડળની બહેનોને પ્રતિ કિલો રુ. 10/- ની પ્રોત્સાહક રકમ આપવાની યોજના રૂ. 50 લાખની જોગવાઇ સાથે 2021-22 થી અમલમાં મૂકેલી છે અને ઓગસ્ટ 2022ના  અંત સુધીમાં 85 ટન પ્લાસ્ટિક કચરાના એકત્રીકરણ માટે પ્રોત્સાહક રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.ઊર્જા બચત,પાણી બચત તથા પ્લાસ્ટિકના ઉપયોગથી થતી અસરો અંગે ગ્રામ્ય કક્ષાએ જાગૃતતા લાવવા સખીમંડળની બહેનોને તાલીમ આપવાની યોજના અંતર્ગત 2021-22 થી 33 જીલ્લાની 25740 બહેનોને તાલીમ આપવામાં આવેલ છે.

સોલાર વોટર હિટીંગ સિસ્ટમ: ૠઊઉઅ દ્વારા વર્ષ 2015-16 થી રાજ્યમાં આદિવાસી વિસ્તારોની સરકારી છાત્રાલયોમાં સોલાર વોટર હીટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં રાજ્યના તમામ સરકારી છાત્રાલયો, નિવાસી શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને તીર્થધામના વિશ્રામ ગૃહોને આવરી લેવામાં આવ્યા. ઉપરોક્ત યોજના અંતર્ગત વર્ષ 2015-16 થી આજદિન સુધી ગુજરાત રાજ્યની વિવિધ સરકારી છાત્રાલયોમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને હોસ્ટેલ બિલ્ડીંગની પરિસ્થિતી અનુસાર ગુજરાત ઉર્જા વિકાસ એજ્ન્સી દ્વારા 100% સરકારી સહાયથી કુલ 540 હોસ્ટેલ બિલ્ડીંગમાં કુલ 19,82,500 લિટર પ્રતિ દિવસ ક્ષમતાની સોલાર વોટર હિટીંગ સીસ્ટમ અંદાજીત રૂ.29.2 કરોડના ખર્ચે બેસાડવામાં આવેલ છે. જેનો ઉપયોગ છાત્રાલયોમાં રહેતા અંદાજીત 79300 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા નહાવા માટે થાય છે. સોલાર વોટર હિટીંગ સીસ્ટમની સ્થાપના થી વાર્ષિક 51.95 મિલિયન વિજ યુનિટ ની બચત થાય છે.

લાકડા આધારીત સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની સહાય યોજના:સુધારેલ સ્મશાનભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં આશરે 40 થી 50 ટકા જેટલી બચત થઈ શકે છે.આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલિકા /મહાનગર સેવાસદન હસ્તક ના સ્મશાન ગૃહોમાં વર્ષ 2016-17 થી અત્યાર સુધી મા કુલ 5650 સુધારેલ સ્મશાન ભઠ્ઠી બેસાડવામા આવેલી છે. જેના માટે લાભાર્થી પાસે થી રુ. 1000/- પ્રતિ સ્મશાનભઠ્ઠી ટોકન રકમ તરીકે લેવામાં આવે છે.

બેટરી સંચાલિત ઇલેક્ટ્રિકદ્વિ-ચકીય વાહન માટે વિદ્યાર્થીઓને બસિડી:ગુજરાત રાજ્યનાશહેરી વિસ્તારોમાં પરિવહન માટે બેટરી સંચાલિત વાહનોના ઉપયોગથી પેટ્રોલિયમ પેદાશોની બચત થાય છે તેમજ પર્યાવરણની જાળવણી થાય છે. બેટરી સંચાલિત વાહનોની વિશેષતા નીચે મુજબ છે.

મોંઘા પેટ્રોલ વિના ચાલે છે અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડે છે

પ્રદૂષણ મુક્ત વાહનો અને પર્યાવરણને જોખમી વાયુઓથી બચાવે છે

ધ્વનિ પ્રદૂષણ થતુ નથી.

ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (અછઅઈં) દ્વારા ઓછી ગતિના વાહનો ને છઝઘ નોંધણી અને ડ્રાઈવિંગ લાયસન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ખૂબ જ ઓછા પાવર વપરાશ સાથે બેટરીને ઘરે સરળતાથી ચાર્જ કરી શકાય છે

ળધો 9 થી 12ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને લિથિયમ-આયન બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક દ્વિ-ચકીય વાહન માટે વાહન દીઠ રૂ 12000.ની સબસિડી આપવામાં આવે છે. વર્ષ 2015-16 થી કુલ 37968 વિદ્યાર્થીઓને રૂ. 39.65 કરોડનીસબસિડી આપવામાં આવેલી છે.

સરકારની ક્લાઇમેટ ચેન્જ નીતિના ઉત્કૃષ્ટ પરિણામો- સિધ્ધિઓ- ઉપલબ્ધીઓ

સમગ્ર એશિયા ખંડમાં ક્લાઈમેટ ચેન્જત માટે અલાયદા વિભાગની સ્થાપના કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.ક્લાઈમેટ ચેન્જટ વિભાગ ક્લાઈમેટ ચેન્જવના અનૂકુલન અને શમન માટેની વિવિધ નીતિઓ અને યોજનાઓ પર કામ કરી રહ્યું છે.

2022માં નીતિ આયોગ દ્વારા પ્રકાશિત એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં ભારતના તમામ રાજ્યોમાં ગુજરાતને તાજેતરમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

ક્લાઇમેટ ચેન્જ વિભાગ હસ્તક ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા) દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા ના કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગવંત ખુબાના હસ્તે એસોસીએશન ઓફ રિન્યુએબલ એનર્જી ઓફ સ્ટેટ (AREAS) દ્વારા હાંસલ કરેલ કૂલ છ એવોર્ડ

1.વર્ષ 2021-22 દરમ્યાન પ્રથમ ક્રમની સૌથી વધારે પવન ઊર્જા વધારાની ક્ષમતા માટે.

2.વર્ષ 2021-22 માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા માટે.

3.વર્ષ 2021-22 દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા વધારાની ક્ષમતા માટે.

4.વર્ષ 2021-22 માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતા માટે.

5.વર્ષ 2021-22 દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જા વધારાની ક્ષમતા માટે.

6.વર્ષ 2021-22 દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જા જનરેશન માટે.

ગુજરાતરાજ્યને વિન્ડ સેક્ટરમાં ઉત્તમ કામગીરી માટે ઘણા એવોર્ડસ મળ્યા છે. હાલમાં જ ભારત સરકારના ઉર્જા અને નવીન અને બિનપરંપરાગત ઉર્જાના માનનીય મંત્રીશ્રી આર.કે. સિંઘદ્વારા15મી જૂન 2022 ના રોજપવન ઉર્જા ક્ષેત્રે વર્ષ 2021 માટે સૌથી વધુ સ્થાપિત ક્ષમતા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરતી રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજરાત ની ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગરને એવોર્ડ આપવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.