વિશ્વાસથી વિકાસ: ગુજરાતનો વિકાસ સરકાર પર લોકોના વિશ્વાસ નું પરિણામ

  • બે દાયકામાં રાજ્યમાં વિશ્ર્વાસ અને વિકાસ એક બીજાના પર્યાય બન્યા: શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષિત માતૃત્વ-પોષણ, મહિલા સશક્તિકરણ,
  • ગરીબને અનાજ, ડિresult faith જિટલ ઇન્ડિયાને વેગ, કૃષિ વિકાસ, સિંચાઇ અને પાણી, યાત્રાધામનો વિકાસ, પોલિસી ડ્રીવન સ્ટેટ જેવી અસરકારક કામગીરી

વિશ્વાસથી વિકાસ:

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા દેશ અને દુનિયામાં થઈ છે. ગુજરાતની આ વિકાસ યાત્રામાં આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસો અને તપસ્યા રહેલી છે. આજનું આ ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત ખૂબ લાંબી યાત્રા કરીને આ ઉંચાઇ સુધી પહોચ્યું છે.

એક સમયે ગુજરાતમાં વાળુ સમયે વિજળી જતી રહેતી હતી. શાળા છોડી દેવાનું પ્રમાણ વધારે હતું. ઉચ્ચ શિક્ષણ માટે આપણે ત્યાંના યુવાનોએ બીજા રાજ્યમાં જવું પડતું હતું. આદિવાસી વિસ્તારોમાં તો વિજ્ઞાનની શાળાઓ પણ ન હતી. પીયતના અભાવે મોટા ભાગના ખેડૂતો વરસાદી ખેતી કરતા હતા. ઘણા તાલુકાઓમાં ડાર્કઝોન પ્રવર્તતા હતા. ઉધોગોનો વિકાસ મોટા ભાગનો વાપીથી વડોદરા સુધીમાં થયો હતો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના બાંધકામમાં અનેક વિઘ્નો હતા. આવી અનેક વિષમ સ્થિતિઓને બદલીને ગુજરાત આજે દેશનું અગ્રગણ્ય રાજ્ય બન્યું છે. આ વિકાસ યાત્રાને આદરણીયા વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, ત્યાર બાદ તમામ મુખ્યમંત્રીશ્રીઓએ, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ વિકાસ યાત્રાને આગળ વધારવાની દિશામાં કામ કર્યું છે. ગુજરાતને આ યાત્રામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારની ડબલ એન્જિન સરકારનો લાભ મળ્યો છે.

શિક્ષણ:

આજે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. રાજ્યનો zડ્રોપઆઉટ રેટ 37 ટકા હતો તે ઘટીને આજે 2 થી 3 ટકા આસપાસ પહોંચ્યો છે. રાજ્ય સરકારે હવે પ્રાથમિક શિક્ષણમાં બાળકોને સ્માર્ટ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. આજે રાજ્યની સરકારી શાળાઓની ગુણવત્તા અને તેમાં શિક્ષણની ગુણવત્તા સુધરી છે જેના કારણે લોકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લઇ રહ્યાં છે. રાજ્યમાં આજે સ્પેશિયલાઇઝડ યુનિવર્સીટીઓની સંખ્યા વધી છે. ગત એક વર્ષમાં સરકારે 11 નવી યુનિવર્સીટીઓને માન્યતા આપી છે, જેના પરિણામે રાજ્યમાં કુલ 102 યુનિવર્સીટીઝ થઈ છે. આજે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવી રહ્યાં છે. યુવાનોને તાલિમ દ્વારા રોજગારી પૂરી પાડવાના આદરણીય વડાપ્રધાનશ્રીના અભિગમને આગળ વધારતા રાજ્ય સરકારે રાજ્યની પહેલી ડ્રોન સ્કૂલની શરૂઆત કરી છે. ડ્રોન ટેકનોલોજીની અદ્યતન તાલિમ લઇને રાજ્યના યુવાનો સરળતાથી રોજગારી મેળવી શકશે. રાજ્યના યુવાનોને રાજ્યમાં મેડિક્લ એજ્યુકેશન મળે અને રાજ્યને સારા ડોક્ટર્સ મળે તે માટે પાંચ નવી મેડીકલ કોલેજોની મંજૂરી મેળવી છે. આ રાજ્યને મળેલો ડબલ એન્જિન સરકારનો લાભ છે.

સ્વાસ્થ્ય સુવિધાઓ:

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી જન આરોગ્ય યોજના ઙખઉંઅઢ શરૂ કરી છે. જેના દ્વારા દેશના ગરીબ જરૂરીયાતમંદ નાગરિકોને પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ મળ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં “મુખ્યમંત્રી અમૃતમ – મા” યોજના શરૂ કરી હતી. રાજ્ય સરકારે ઙખઉંઅઢ- મા હેઠળ 1.48 કરોડ નાગરિકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યા છે. ગત એક વર્ષમાં રાજ્ય સરકારે 5 લાખ 93 હજારથી વધારે લોકોને 1516 કરોડની સહાય આ યોજના હેઠળ આપી છે. રાજ્યમાં અત્યારે 82 ડાયાલિસીસ સેન્ટર કાર્યરત છે. સરકાર આવનાર દિવસોમાં દરેક તાલુકામાં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.

સુરક્ષિત માતૃત્વ અને પોષણ:

દેશમાંથી કુપોષણને મુક્ત કરવાની આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. તેમની પ્રેરણાથી દેશમાં સપ્ટેમ્બર મહિનો પોષણ માસ તરીકે ઉજવાઈ રહ્યો છે. રાજ્યમાં કુપોષણ મુક્તિ માટેની અનેક યોજનાઓ કાર્યરત છે. સરકારે રાજ્યમાંથી કુપોષણ મૂળમાંથી દૂર થાય તે માટે “મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના” શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર ગર્ભવતી માતા અને તેના નવજાત બાળકની એક હજાર દિવસની સંભાળ લેશે. ગુજરાત રાજ્યમાં મહિલાઓના સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરવા માટે મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં ચિરંજીવી અને જનની સુરક્ષા યોજના શરૂ કરી હતી. જે આજે સમગ્ર દેશની મહિલાઓ માટેની પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન બન્યું છે.

મહિલા સશક્તિકરણ:

 

ગુજરાત રાજ્યની મહિલાઓ પોતાના આપબળે આજીવિકા મેળવી શકે, પોતાના હુન્નર દ્વારા પગભર થઈ શકે તે માટે આપણા હાલના વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં સખી મંડળોની શરૂઆત કરી હતી. વિશ્ર્વાસથી વિકાસ યાત્રાને વેગ આપતા સમગ્ર રાજ્યની 22 હજાર સખી મંડળની 2 લાખ 20 હજારથી વધુ બહેનોને એક જ દિવસમાં રૂપિયા 300 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. ગુજરાત સરકાર સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓને વિવિધ મેળાઓ દ્વારા બજાર પુરૂ પાડવામાં સહાયરૂ5 બને છે. આ સખી મંડળો દ્વારા રાજ્યની મહિલાઓને સન્માન પૂર્વક જીવન પ્રદાન થયું છે.

ગરીબોને અનાજ:

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યના 71 લાખથી વધુ ગઋજઅ કાર્ડધારકોને અનાજ પૂરૂ પાડી રહી છે. 15મી ઓગસ્ટના રોજ આઝાદીના અમૃતકાળના અવસરે રાજ્ય સરકારે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેની પાત્રતા રૂપિયા 10 હજારથી વધારીને રૂપિયા 15 હજાર કરી છે. જેથી વધુ લોકોને અનાજ મળી શકે.

ડિજીટલ ઇન્ડિયાને વેગ:

આદરણીય વડાપ્રધાનશ્રીના ડીજીટલ ઈન્ડિયા મિશન દ્વારા દેશમાં અને સરકારી વહીવટમાં ઘણો મોટો બદલાવ અને પારદર્શીતા આવી છે. સરકારી સેવાઓ લોકોના આંગળીના ટેરવે હવે મોબાઈલથી મળતી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડિજીટલ ઈન્ડિયાનો લાભ વધુ મળે તે માટે ગત 1 વર્ષમાં ગામોમાં ફ્રિ વાઈ-ફાઈ આપવાની રાજ્ય સરકારે શરૂઆત કરી છે. પ્રથમ તબક્કામાં 4 હજાર ગામોને આવરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ સાથે આદિવાસી વિસ્તારોમાં પણ 500 મોબાઈલ ટાવર ઉભા કરવાની રાજ્ય સરકારે બજેટ જોગવાઈ કરી છે અને તે દિશામાં કામ હાથમાં ધર્યું છે.

કૃષિ વિકાસ:

રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્યની ડબલ એન્જીન સરકારે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરી છે, ગત એક વર્ષમાં સરકાર દ્વારા 10 હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલિમ આપી છે. રાજ્યનો ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો બન્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં દેશનો પહેલો નેનો યુરિયા લિકવીડ પ્લાન્ટ શરૂ થયો છે. આ નેનો યુરીયાનો રાજ્યમાં ડ્રોન દ્વારા છંટકાવ કરવાની શરૂઆત કરી છે. આ માટે સરકારે કુલ રૂ.35 કરોડની જોગવાઈ કરી છે અને 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યુ છે.

સિંચાઈ અને પાણી:

ખેડૂતના ખેતરે સિંચાઈનું પાણી મળી રહે તે માટે આદરણીય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંઘર્ષથી આપણે સહુ પરીચિત છીએ. તેઓ કદાચ પહેલા એવા મુખ્યમંત્રી હતા જેમણે પોતાના રાજ્યની યોજના માટે આંદોલન કરવું પડ્યું હતું. વડાપ્રધાનશ્રીના ભગીરથ પ્રયાસને પરિણામે આજે કચ્છના છેવાડાના ગામ મોકુડબા સુધી પાણી પહોંચ્યું છે. કચ્છ શાખા નહેરનું 357 કિલોમીટરનું કામ પૂર્ણ થતા હવે કચ્છના 2.78 લાખ એકર વિસ્તારને પિયતનું પાણી મળશે, સાથે જ 948 ગામો અને 10 શહેરોના લોકોને પીવાનું પાણી મળી રહેશે. રાજ્ય સરકારે કચ્છની દુધઈ પેટા શાખા નહેરના વધુ 45 કિલોમીટર વિસ્તરણ માટે 1550 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પ્રધાનમંત્રીશ્રીના નલથી જલ અભિયાન માટે રાજ્યની ડબલ એન્જિન સરકારે મિશન મોડ અપ્રોચ હાથ ધર્યો છે. રાજ્યના અંદાજીત 98 ટકા ઘરો સુધી નળથી જળ પહોંચાડ્યું છે અને ટૂંકા જ સમયમાં સરકાર 100 ટકા લક્ષ્ય સિદ્ધિ હાંસિલ કરવા માટે કટિબદ્ધ છે. એસ્ટોલ પ્રોજેક્ટના લોકાર્પણ દ્વારા રાજ્યની ડબલ એન્જિન સરકારે ધરમપુર અને કપરાડાના 4.50 લાખ લોકોને પાણી પહોંચાડ્યું છે.

યાત્રાધામોનો વિકાસ:

ગુજરાત સરકાર રાજ્યની ધર્મપ્રિય પ્રજાની આસ્થાને ધ્યાનમાં રાખીને રાજ્યના તીર્થસ્થાનોનો વિકાસ કરી રહી છે. આદરણીય વડાપ્રધાનશ્રીના હસ્તે અંદાજીત 500 વર્ષ બાદ પાવાગઢ ખાતે કાલિકા મંદિર પર ધ્વજારોહણ થયું અને યાત્રાળુઓની સુવિધાઓ વધે તે માટે વિકાસના કામો હાથ ધરાયા છે. અંબાજી મંદિર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા પથ ખાતે યાત્રાળુઓ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ થયો છે. અંબાજી-તારંગા હીલ રેલ લાઈનને મંજૂરી આપવામાં આવી છે. જેના પરિણામે ઉત્તર ગુજરાતના યાત્રાધામોની યાત્રા કરવી સુગમ બનશે.

પોલિસી ડ્રીવન સ્ટેટ:

આપણે સહુ જાણીએ છીએ કે ગુજરાતને આદરણીય નરેન્દ્રભાઈએ એક પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. જેને આગળ વધારતા ગત એક વર્ષમાં રાજ્યમાં નવી ગુજરાત ઈંઝ અને ઈંઝયજ પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલિસી-2.0, બાયો ટેકનોલોજી પોલિસી, સેમિ ક્ધડક્ટર પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી જાહેર કરવામાં છે. આ નીતિઓ દ્વારા રાજ્યમાં ઉદ્યોગો અને સ્ટાર્ટ અપને વેગ મળશે.ગુજરાતનો આ વિકાસ, ગુજરાતની આ પ્રગતિએ સરકારમાં લોકોનો અવિરત વિશ્ર્વાસનું પરિણામ છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં વિશ્ર્વાસ અને વિકાસ એક બીજાના પર્યાય બન્યા છે.