રંગીલા રાજકોટના વિકાસકામોનું મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ પ્રેઝન્ટેશન કરાયું

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રોજેક્ટના કામોના ઝડપી અમલીકરણ માટે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના તેમજ રાજકોટના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાલમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકામો – પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં તૈયાર થઈ રહેલા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ, AIIMS રાજકોટ, સ્માર્ટ સિટીના વિવિધકામો, અર્બન ફોરેસ્ટ તેમજ જનાના હોસ્પિટલના કામોની ટેન્ડર પ્રક્રિયા, વિવિધ મંજૂરીઓ સહિતની પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય અને લોકોને નવી સુવિધાઓનો લાભ મળે તેવા સૂચનો કર્યા હતા.

મોદીના 7.0 પગલા આકાશ તરફ… મફત રસી, મફત અનાજ અર્થતંત્રને ધબકતુ કરી દેશે !!

મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વિરાણી, સ્ટેડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, નાગરિક ઉડ્ડયન સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, માર્ગ અને મકાન વિભાગના સચિવ વસાવા, સિંચાઈ વિભાગના સચિવ જાદવ, સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.