Abtak Media Google News

રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢવા માટે મંજુરી આપવા રાજ્ય સરકારને મૌખિક અને લેખિત વિવિધ રજુઆતો કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં પણ રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે.

પરંતુ શરતોને આધીન આ રથયાત્રામાં ઘણા જુદા જુદા નિયમો લઢવામાં આવ્યા છે. આજે સવારે અમદાવાદ પોલીસ, ડીજીપી સમગ્ર રૂટની તાપસએ નીકળ્યા. અને ત્યારબાદ ભક્તોને સમગ્ર રથયાત્રા ઘરેથી જોવાનું કહ્યું હતું. હાલ કોરોના ના કારણે ઓફિસના કામ હોય કે બાળકોની સ્કુલ કોલેજ બધું ઓનલાઇન થઇ ગયું છે. ત્યારે હવે લોકોએ ભગવાન જગન્નાથની રથયાત્રાને પણ ઓનલાઇન જોવાની રહેશે. ભક્તો વગરની આ રથયાત્રાનો સમગ્ર કાર્યક્રમ આજે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયો હતો. આ સમગ્ર કાર્યકર દરમ્યાન કેટલાક નવા આદેશો આપવામાં આવ્યા છે તે પ્રમાણે,

– સમગ્ર રૂટમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

– સવારે સાથ વાગ્યે પહિંદવિધિ થશે.

– રૂટમાં વચ્ચે કોઈને ભગવાન જગન્નાથનો પ્રસાદ આપવામાં નહિ આવે.

– 18 ગજરાજને સવારે મંદિરે લાવવામાં આવશે પણ રથયાત્રામાં સામેલ નહિ કરાય.

– સંપૂર્ણ રથયાત્રા 4-5 કલાકમાં પૂર્ણ થશે.

– જગન્નાથના રથને હંકારવા 120 ખલાસીઓને મંજૂરી અપાઈ છે.

– તમામ ખલાસીઓનો 24 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરાવશે.

– 60 ખલાસી રસપુરથી રથને નિજ મંદિરે લઇ જશે.

– સવારે પોણા 6 વાગ્યે ભગવાન ને રથયાત્રામાં થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.