Pavagadh ; નવલા નોરતાના આઠમના દિવસે ઠેર ઠેર માતાજીના મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે બહોળી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારે મોડી રાતથી જ માઈ ભક્તો પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા. તેમજ સવારે મંદિરના કપાટ ખુલતા આજે માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.

90

 

નવરાત્રીના સૌથી મહત્વના એવા આઠમના દિવસે એક લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતાં. તેમજ ભક્તોએ લાઈન લગાવી શાંતિપૂર્વક માતાજીના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માં મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હતો. જેથી દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.

વહેલી સવારે 4:00 વાગ્યાથી જ મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા. તેમજ આઠમ નિમિત્તે મંદિર પરિસરમાં હવન કુંડ બનાવી હવન કરવામાં આવી રહ્યું હતું. તો બીજી તરફ શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રશાસન, પોલીસ વીભાગ તેમજ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ દરમિયાન  સમગ્ર પાવાગઢ ડુંગર તળેટી જય મહાકાળીના જય ઘોષથી ગુંજી ઉઠયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.