મહાશિવરાત્રીના દિવસે ભાવિકોને ભવનાથમાં પ્રવેશ નહી અપાઈ

0
33

પોલીસ વડા અને સાધુ-સંતો વચ્ચે બેઠક: ભાવિકોને ઘેર બેસીને અનુષ્ઠાન કરવા અપીલ

હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોઈ, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા લોકોને ભવનાથ વિસ્તારમાં પ્રવેશ ન આપવા અત્યારથી આગોતરું આયોજન કરી,  લોકોને જાણ કરતી વિનંતી કરી છે, તો સંતો મહંતો  દ્વારા પણ લોકોને મેળામાં નહીં આવવા  અપીલ કરવામાં આવેલ છે.

ચાલુ સાલે કોરોનાના સક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળો બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ હોઈ, જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, લોકોને ભવનાથ વિસ્તારમાં પ્રવેશ ન આપવા જણાવતા પોલીસ તંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્ટાફ દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરી, મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોઈ, શ્રદ્ધાળુઓને તથા લોકોને મેળામાં આવવા ઉપર પ્રતિબંધ હોઈ, કોઈને ભવનાથ વિસ્તાર કે તળેટીના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર નથી. ત્યારે બિન જરૂરી ભીડ ના થાય એ માટે મહા શિવરાત્રી મેળામાં નહીં આવવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. સાથોસાથ જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા  પોલીસ સ્ટાફ દ્વારા ભવનાથ વિસ્તારના સાધુ સંતો સાથે ભવનાથ મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરી, તેઓના પ્રશ્નો સાંભળવામાં આવેલ હતા. આ મિટિંગમાં ઇન્દ્રભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, રામગીરી બાપુ, મહાદેવભારતી બાપુ, કિશોરપરી બાપુ, સહિતના આશરે 50 જેટલા સંતો મહંતો પણ હાજર રહેલા હતા. ચાલુ સાલે મહા શિવરાત્રી મેળો રદ્દ કરવામાં આવેલ હોઈ, બહારથી આવતા લોકોને મનાઈ ફરમાવવામા આવેલ હોઈ, સાધુ સંતો દ્વારા પણ લોકોને મેળામાં નહીં આવવા વિનંતી તથા અપીલ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here