Abtak Media Google News
કાગવડ સહિત દેશ-વિદેશમાં 10008 સ્થળોએ ર્માં ખોડલની મહાઆરતી: ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલનો સમાજ સંદેશો

અબતક,રાજકોટ

લેઉવા પટેલ સમાજના લોકો માટે આજે દિવાળી જેવો આનંદમયી દિવસ છે. આજે ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.કાગવડ સહિત ગુજરાત સમગ્ર દેશ અને વિદેશમાં અલગ-અલગ 10008 સ્થળોએ ર્માં ખોડલધામની મહાઆરતી કરવામાં આવી હતી. ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલે સમાજજોગ પ્રવચન આપ્યુ હતુ. તેઓએ સમાજ માટે સતત સેવા કરનાર વ્યક્તિને સમર્થન આપવાની હાંકલ કરી હતી.

શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન ર્માં ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડીયાના માધ્યમથી ઉજવ્યો હતો.

Img 20220121 Wa0041

આજે ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞ યોજાયો હતો. ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી નરેશભાઇ પટેલનો સમાજ જોગ સંદેશો આપ્યો હતો. કોરોનાના કારણે મહાસભા મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ, સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઇને જાહેર કરવામાં આવશે.

શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008થી વધુ સ્થળે મા ખોડલની આરતી કરાઇ હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નઇ, બેંગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં મા ખોડલની આરતી ઉતારાઇ હતી. શ્રી પંચવર્ષીય પાટોત્સવનું લાઇવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલઇડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મુકવામાં આવી હતી. મા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઇ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડીયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાયા હતાં અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બન્યા હતાં.સમાજ કહેશે તો ચોકકસ રાજકારણમાં આવીશ: નરેશભાઇ પટેલ

રાજકારણમાં પ્રવેશ અંગેની જાહેરાત ખોડલધામના પ્લેટ ફોર્મ પરથી નહીં કરૂ ખોડલ ધામ પંચ વર્ષીય પાટોત્સવમાં પ્રમુખ નરેશભાઇ પટેલનું સમાજ જોગ સંબોધન:સમાજનો આગેવાન મજબૂત અને નીતિવાળો હોવા જોઇએ

લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક એવા કાગવડ સ્થિત ખોડલધામ મંદિરને આજે પાંચ વર્ષ પૂર્ણ થતાં પંચ વર્ષીય પાટોત્સવની સાદગી સાથે ઉજવણી કરવામાં આવી હતી માઁ ખોડલની મહાઆરતી કર્યા બાદ સમાજ જોગ સંદેશો આપતા ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે સમાજનો આગેવાન મજબૂત અને નીતીવાળો હોવો જોઇએ.

Img 20220121 Wa0060

તેઓએ આજે ખોડલધામથી લેઉવા પટેલ સમાજના લાખો લોકોને આજના ઐતિહાસિક દિવસ માટે અભિનંદન પાઠવા હતા સમાજ જોગ સંદેશો આપતા તેઓએ જણાવ્યું હતું કે:, કોઇપણ સમાજનો આગેવાન મજબૂત અને નીતીવાળો હોવો જોઇએ. છેલ્લા ઘણા સમયથી એવી વાતો વહેતી થઇ છે કે નરેશભાઇ પટેલ રાજકારણમાં આવી રહ્યા છે. આ અંગે પણ આજે તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું  હતું કે રાજકારણમાં મારો પ્રવેશ એ સમયની વાત છે જો સમાજ કહેશે અને આગ્રહ કરશે તો આગામી સમયમાં ચોકકસ રાજકારણમાં પ્રવેશ કરીશ પરંતુ મારા રાજકારણમાં પ્રવેશ અંગેની જાહેરાત ખોડલધામના પ્લેટ ફોર્મ પરથી કયારેય નહીં કરૂ

ખોડલધામ હવે લાખો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું છે. આગામી દિવસોમાં ખોડલધામમાં દરેક સમાજના મહાપુરૂષોની પ્રતિમા મૂકવછામાં આવશે આજે દેશ-વિદેશમાં 10008 સ્થળોએ મૉ ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી.

“અબતક” વિવિધ પ્લેટફોર્મ પર હજારો લોકોએ નિહાળ્યો ધર્મોત્સવ

કાગવડમાં ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેનું જીવંત પ્રસારણ “અબતક” ચેનલ, યુ-ટ્યુબ અને ફેસબુક પર લાઇવ કરવામાં આવ્યું હતું. ‘અબતક’ના વિવિધ પ્લેટફોર્મ પર હજારો લોકોએ સવારથી આ ધર્મોત્સવને નિહાળ્યો હતો. “અબતક” વિવિધ માધ્યમથી આ ધર્મોત્સવ નિહાળી ભાવિકો ભાવ વિભોર બન્યા હતા.

ઉપલેટા: ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણીમાં જોડાયું

અબતક,કિરીટ રાણપરીયા,ઉપલેટા

શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી 21 જાન્યુઆરી 2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવની સોશિયલ મીડિયાના માધ્યમથી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. 21 જાન્યુઆરી 2022, શુક્રવારના રોજ સવારે 9-15 કલાકેથી 10 કલાક સુધી ધ્વજારોહણ, મહાઆરતી, આદરણીય નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશ અને રાષ્ટ્રગાનનો કાર્યક્રમ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર લાઈવ કરવામાં આવેલ તેને ઉપલેટા શહેર વોર્ડ નંબર પાંચના સદસ્યઓ ઘરે બેસીને લાઈવ નિહાળેલ અને હોડમાં અસંખ્ય જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.