Abtak Media Google News

આશ્રમના સિતારામ પરિવાર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ: સંતવાણી-મહાપ્રસાદ માટે ભાવિકોને ભાવભર્યું આમંત્રણ

સંતોની તપો ભૂમિ સૌરાષ્ટ્રના નપાંચાળ પ્રદેશથની ભાગોળે એટલે કે સુરેન્દ્રનગરના પાટડી ખાતે ઉદાસી આશ્રમ સિતારામ પરિવાર દ્વારા નઅઘોરીથ સંત શિરોમણી પૂ. જગાબાપાની આઠમી પૂણ્યતિથી આગામી 22 માર્ચને સોમવારે ભકિતસભર દબદબાભેર ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂ.જગાબાપા એટલે જગતારણ કારણ દેહ ધરે, સત સેવા કરે જગ પાપ હરે. સુખ દુ:ખ મે સમતા સાધ રહે, કુછ ખોફ નહીં જાગીરી મે, જો આનંદ સંત ફકીર કરે ભજનની આ પંકિતઓને જાણે કે પોતાનો જીવન મંત્ર બનાવી લીધો હોય તેવું લાગ્યા વીના રહે નહીં. સેવાના ભેખધારી, દુ:ખીયાના બેલી પૂ. જગાબાપા ભજન કરવું, ભોજન કરાવવું અને ભકિતરૂપી સતસંગમાં ભાવિકોને તરબોળ કરવામાં માનનારા પૂ. બાપાના દરબારમાં અઢારે વરણનાં લોકો આવતા અને તેના દુ:ખ, દર્દ, વેદનાની વાતો કરતા ત્યારે પૂ. બાપાના આર્શિવાદથી એ સૌના મનનું સુખદ સમાધાન થતું અને આનંદીત થઈ આશ્રમેથી વિદાય લેતા તેવું અનેક ભાવિકો પાસેથી જાણવા મળ્યું છે. આઠ વર્ષ પહેલા પૂ. જગાબાપાના બ્રહ્મલીન થયાના સમાચારથી સમગ્ર દેશ અને વિદેશમાં વસતા ભાવિકોના બહોળા સમુદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી અને દરેકના મનમાં એક જ પ્રશ્ર્ન હતો કે હવે શું થશે?

પરંતુ નાનપણથી જ ભકિતના રંગમાં રંગાયેલા પૂ. ભાવેશબાપુ કે જેના પર પૂ.જગાબાપાના આશિર્વાદની અવિરત ધારા વહેતી રહે છે. ગાદીપતિ પૂ. ભાવેશબાપુ એ ઉદાસીઆશ્રમ તેમજ આશ્રમનો સિતારામ પરિવાર ઉપરાંત દેશ-વિદેશમાં વસતા-ભાવિકોને પૂ. બાપાના કેડે ચાલી સિતારામ નામના રંગમાં રંગી દેવાની કપરી જવાબદારીનો ભાર જીલી લીધો, જોકે ભાવિકોને પૂ. બાપાની ખોટ તો કાયમ સાલે તે સ્વાભાવીક છે. પરંતુ બ્રહ્મલીન સંત પૂ. જગાબાપાની તમામ સેવાકીય પ્રવૃત્તિઓમા વેગ આપી પૂ. ભાવેશબાપુએ ઉદાસી આશ્રમના સૂર્યને કાયમ ઝળહળતો રાખ્યો છે.

આવા અઘોરી સંતના આંગણે એટલે કે પાટડી ઉદાસી આશ્રમ ખાતે સોમવારે પૂ. જગાબાપાની આઠમી પૂણ્યતિથિએ વિવિધ કાર્યક્રમોની વણઝાર છે.

રાત્રે સંતવાણીમાં સૌરાષ્ટ્ર ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો જેવા કે દેવરાજ ગઢવી (નાનોદેરો), ફરીદામીર, જયમંત દવે, મેરૂ રબારી, વાઘજી રબારી, દેવાયત ખવડ, ગમન સાંથલ, હકાભા ગઢવી, દડુભા કરપડા, રૂષભ આહિર, બ્રિજરાજ ગઢવી, જીજ્ઞેશ બારોટ, મહેશદાન ગઢવી, શિવરાજ ગઢવી, હરિભા ગઢવી જયારે સ્ટેજ સંચાલન રમેશદાન ગઢવી સાજીંદાઓમાં હસીયા ઉસ્તાદ, સુરજમીર ઉસ્તાદ, જયસુખભાઈ, મુન્નાભાઈ મહારાજ, બેંજો વાદક હરેશભાઈ, રવિભાઈ પરમાર તેમજ મંજીરાના માણીગર વાઘુભા ઝાલા-સહિતના કલાકારો એચ.વી.સાઉન્ડનાં સથવારે રાતભર ભજનોની રમઝટ બોલાવશે. સિતારામ પરિવારના સભ્યો તેમજ અન્ય ભાવિકોને ભજન-ભોજન અને ભકિતસભર સતસંગના આ ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમમાં જોડાવા ઉદાસી આશ્રમ પાટડી દ્વારા એક યાદીમાં અનૂરોધ કરાયો છે.

ભાવિકોએ ફરજિયાતપણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે

પૂ. જગાબાપાની પૂણ્યતિથિની ઉજવણીમાં આવનાર ભાવિકોએ માસ્ક પહેરીને આવવુ, સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું

પાટડીના ઉદાસીઆશ્રમ ખાતે આગામી 22મી માર્ચના રોજ સંતશિરોમણી દુ:ખીયાના બેલી પૂ. જગાબાપાની આઠમી પૂણયતિથિ ભકિતસભર ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં ભાવિકોએ ફરજીયાત પણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. પૂણ્યતિથિની ઉજવણીના પ્રારંભ સવારથી નહી બપોર 4 વાગ્યા પછી થશે જેની ભાવિકોએ ખાસ નોંધ લેવી. આશ્રમ ખાતે પધારનાર ભાવિકોએ ફરજીયાત પણે માસ્ક પહેરીને આવવું અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે સિતારામ પરિવાર દ્વારા કાર્યક્રમ સ્થળે સેનેટાઈઝની વ્યવસ્થા કરવામાં આવશે.

‘અઘોરી સંતના આંગણે આગમનો અણસાર’

દુ:ખ મટયા દરેકના એવા જયાં દાવા છે

જોગી જગદીશના, ગુણગાન ગાવા છે.

સિતારામ નામના, પ્રેમરસ પાવા છે.

ભાવેશ બાપા અમારા મનડાના માવા છે

પાટડીએ પૂજતા જગત જગાબાપાને,

શિતળતા સઘળી મળે, ટાળી દેતા તાપને,

ઉદાસીના આશ્રમમાં, જપે માળા જાપની,

વિશ્ર્વાસની વાત છે, અંદર જાણે આપની,

આજ પુછે છે એટલું જ, ભાવિ ભાવેશ બાપુને

શ્યામ કહે સરખા રાખે, આવો કહે આપુને

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.