Abtak Media Google News

 

સોશિયલ મીડિયામાં પોલીસ વિભાગ દ્વારા પણ ગ્રેડ-પેને વધારવામાં આવે તેવી માગ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ આજે જણાવ્યું છેકે, પોલીસની નોકરી ગૌરવપ્રદ છે, પોલીસ વિભાગ પર ડાઘ લાગે તે ચલાવી લેવાશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, પોલીસની નોકરી અન્ય સરકારી નોકરી કરતા અલગ છે. કેટલાક લોકો ભોળા પોલીસકર્મીઓને ગેરમાર્ગે દોરે છે. સોશિયલ મીડિયામાં ગ્રેડ-પે અંગે ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવે છે. આવી તમામ પ્રવૃત્તિ અને તેમાં સામેલ તમામ લોકો ઉપર, ખૂબ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

જે લોકો આમાં સામેલ હશે તે તમામ વિરૂધ્ધ કાયદાકિય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે .જો આવી પ્રવૃત્તિમાં કોઇ પોલીસ કર્મચારી ભાગ લેશે અથવા તેને પરોક્ષ રીતે સર્મથન આપશે અથવા સોશિયલ મિડિયા ઉપર આવા ભડકાઉ મેસેજ ફેલાવશે તો તેવા કર્મચારીઓ સામે પણ ખાતાકીય અને કાયદાકીય પગલાં લેવામાં આવશે.

આવી કોઈ બાબત ધ્યાને આવે તો સંબંધીત કર્મચારી વિરુધ્ધ શિસ્તવિષયક કાર્યવાહી કરવા તમામને સૂચના આપવામાં આવી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.