વહેલી સવારે કચ્છના ભચાઉની ધરા ધ્રુજી, છેલ્લા 24 કલાકમાં 3 ભૂકંપના આંચકા

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા જેને લઈ કચ્છવાસીઓમાં ભારે ફફડાટનો માહોલ ફેલાયો હતો.

 રાપરમાં પણ મોડી રાતે 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે 6:17 કલાકે કચ્છના ભચાઉથી 7 કિમિ દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે 2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારબાદ આજે મોડી રાતે 2:57 કલાકે કચ્છના રાપરથી 18 કિમિ દૂર 1.5ની તીવ્રતાનો આંચકો જેનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ આજે વહેલી સવારે 7:12 કલાકે કરછના ભચાઉથી 21 કિમિ દૂર 1.7ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે બીજી બાજુ વાત કરીએ તો કચ્છમાં દરરોજ આવા આચકાઓનો અનુભવ થતો જ હોય છે અને વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ આવા આંચકાઓ સતત આવ્યા જ કરશે અને તે સામાન્ય છે જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.