Abtak Media Google News

માધુરી દિક્ષિત કોમેડી ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં અનિલ કપૂર સાથે જોવા મળશે

ધક ધક ગર્લ ફરી ધૂમ મચાવશે માધુરી અને અનિલની જોડી ‘ટોટલ ધમાલ’માં આવી રહી છે. તેમણે ફિલ્મ ‘હિફાઝત’થી લઈને ‘પુકાર’ સુધીમાં ઘરી ફિલ્મો સાથે કરી છે.તેમની જોડી ઘણાબધા લોકોને કોમ્લેકસ આપતી હતી.

માધુરી દિક્ષિત અને અનિલ કપૂરે હિફાઝત, બેટા, કિશન કનૈયા, નેઝાબ, રામ લખન, પુકાર વિગેરે ફિલ્મોમાં ‚પેરી પડદે જોડી જમાવી હતી. હવે તેઓ ફરી એકવાર ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રોડયુસર ડાયરેકટર ઈન્દ્ર કુમાર છે.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે ઈન્દ્રકુમારની ફિલ્મ ‘બેટા’થીજ માધુરી દિક્ષિતને ‘ધક ધક ગર્લનું બિ‚દ મળ્યું છે. બેટામાં અનિલ અને માધુરીની જોડીની માઈલસ્ટોન મૂવી માનવામાં આવે છે. તેમાં માધુરી અને અનિલ બંનેને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

અનિલ કપૂરની ફિલ્મ ‘મુબારકા’ હજુ હમણા જ રીલીઝ થઈ છે. તેની આગામી ફિલ્મનું નામ ‘ફન્નેખાં’ છે. જેમાં તેની સાથે ‘બચ્ચનબહુ’ ઐશ્ર્ચર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવની મુખ્ય ભૂમિકા છે.

આ સિવાય, માધુરી દિક્ષિત ફિલ્મ ‘ગુલાબ ગેંગ’ બાદ ‚પેરી પડદેથી ગાયબ હતી પરંતુ હવે બોલીવૂડની આ ધક ધક ગર્લ ફરી ધૂમ મચાવશે.

અનિલકપૂર અને માધુરી દિક્ષિતે અગાઉ કિશન કનૈયા અને ખેલ જેવી હલવીફૂલ કોમેડી ફિલ્મમાં કામ કર્યું છે. તો પરિંદા જેવી સીરીયલ ફિલ્મ પણ કરી છે. હવે તેઓ કોમેડી ડ્રામા ટોટલ ધમાલમાં કામ કરી રહ્યા છે. ટોટલ ધમાલ તે ધમાલ સીરીઝની જ વધુ એક ફિલ્મ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.