ગુજરાતની નગરપાલિકા અને મહાપાલિકાના વિકાસની એક આગવી ઓળખ બની છે: ધનસુખ ભંડેરી

ભાજપ સરકાર દ્વારા મળતી ગ્રાન્ટથી

ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડ દ્વારા સુરત ઝોનના 6 જિલ્લાની 19 નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટીની મજબૂત ઇચ્છાશક્તિ અને સુદ્રઢ આયોજનના કારણે દેશ અને રાજ્યોમાં વિકાસકાર્યો અવિરતપણે આગળ ધપી રહ્યા છે ત્યારે સમયબધ્ધ અને ગુણવત્તાયુક્ત વિકાસકામોથી ઇઝ ઓફ લિવીંગ વધ્યુ છે અને લોકોનું જીવન સુવિધાસભર અને સરળ બન્યું છે ત્યારે ગુજરાતનાં સર્વગ્રાહી વિકાસ સાથે ગુજરાત આજે રહેવા લાયક અને માણવા લાયક ગુજરાત બન્યું છે અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.

ત્યારે આ ગ્રાન્ટના માધ્યમથી ગુજરાતનાં નગરો અને મહાનગરોમાં અવિરત વિકાસથી આજે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં આધુનિક અને વિકસીત ગુજરાત બન્યું છે ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ઝોન વાઇઝ નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઇ રહી છે તે અંતર્ગત સુરત ઝોનનાં 6 નગરપાલિકાઓના પદાધિકારી અને અધિકારીઓની ઝોન બેઠક અંકલેશ્ર્વર ખાતે મળી હતી.

આ બેઠકમાં માર્ગદર્શન આપતા ડો.ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ભાજપા સરકાર દ્વારા છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ માળખાકીય સુવિધાઓ મળે તેવા આશયથી ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં ઉપયોગ થાય  અને વિશાળ માર્ગો, પીવાનું શુધ્ધ પાણી, ભુગર્ભ ગટર વ્યવસ્થા, બાગ-બગીચા, ફ્લાયઓવર જેવા વિકાસ કાર્યોથી ગુજરાતનાં શહેરો સ્માર્ટ બને અને તે માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ દિશામાં સર્વ સમાવેશક વિકાસની યોજનાઓ અમલમાં મૂકી છે

ત્યારે સૌના સાથ સૌનાં વિકાસનાં મંત્ર સાથે રાજ્યની ભાજપ સરકાર કાર્યરત છે અને સરકારની અનેકવિધ યોજનાઓ થકી છેવાડાનાં માનવીનાં પાયાનાં પ્રશ્નો હલ થાય અને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બને આ સાથે લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી જન જન સુધી સુવિધાઓ પહોંચે તે માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સમયાંતરે રીવ્યુ બેઠક અને સેમીનારોનું આયોજન કરી નગરપાલિકાઓને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં ઉપયોગ થાય અને ઝડપથી નગરપાલિકાઓમાં વિકાસ કામોનું આયોજન અને અમલીકરણ થાય તે સુનિશ્ર્ચિત કરવા અને ઝડપભેર વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી યોજનાનાં તમામ વિકાસ કામો પૂર્ણ થાય તે અંગે આ રીવ્યુ બેઠકમાં ઉ5સ્થિત પદાધિકારી તથા અધિકારીઓ, નગરપાલિકાઓનાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફીસરો, એન્જીનીયરોને માર્ગદર્શન પુરૂં પાડેલ હતું.

આ સમીક્ષા બેઠકમાં સીઇઓ પટ્ટણી, પ્રાદેશીક કમિશનર નગરપાલિકાની કચેરી સુરત ઝોનના કમિશનર અરવિંદ વિધ્યન, અધિક કલેક્ટર બાબુલ, સુરત ઝોનના સીનીયર અધિકારી પારસભાઇ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના નટુભાઇ દરજી, ધીરેનભાઇ, ભાવીનભાઇ તથા વિવિધ નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસરો, એન્જીનીયરો ઉપસ્થિત રહ્યા હતાં..