લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી મિત્રનું ઢીમ ઢાળી દીધું

 મિત્રને ઘરે ન આવવાનું કહેવા મુદ્દે મામલો બિચક્યો : મૃતકની પત્ની રિસામણે પણ જતી રહી ‘તી: આરોપીની શોધખોળ

 

અબતક, સબનમ ચૌંહાણ, સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાના રળોલ ગામે 35 વર્ષનાં યુવકની હત્યાં થતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકાના રળોલ ગામે રહેતાં દિનેશભાઈ ગફુરભાઈ સાપરાને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે નવેક જેટલાં ઘા ઝીંકી હત્યાં કરવામાં આવી હતી.

ત્યારે મુતક દિનેશભાઈના મોટાભાઈ અમરતભાઈ ગફુરભાઈ સાપરાએ જણાવ્યું હતું કે તેમનો નાનો ભાઈ દિનેશભાઈ સાપરા તથાં તેનો મિત્ર બાબુભાઈ ઉફ બાબુડીયો ટપુભાઈ જે બંને મિત્રો હતાં પરંતુ  બાબુ અવળી લાઈનનો હોવાથી દિનેશની પત્નીને નો ગમતાં તે રીસામણે જતી રહી હતી. તેમ છતાં બાબુ દિનેશના ઘરે આવતો હતો. ત્યારે દિનેશે તેનાં મિત્રને ધરે નહીં આવવાની અવારનવાર ના પાડી હતી. તે બાબતથી લઈને બાબુને ન ગમતાં બાબુએ ઉશ્કેરાઈને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી દિનેશના માથામાં નાના મોટા નવેક જેટલાં ઘા ઝીંકી નાસી છુટયો હતો.ત્યારે દિનેશની દિકરી તથાં તેના મોટા ભાઈના જાણ થતાં દિનેશને લીંબડી આર આર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં દિનેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવ અંગે દિનેશનાં મોટાભાઈ એ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજા તથાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.