કાલે કટોકટી દિવસ અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં ધરણા અને ભાજપ કાર્યાલય ખાતે વક્તવ્ય યોજાશે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે તા.રપ જૂન 197પના રોજ કોંગ્રેસ ધ્વારા દેશભરમાં કટોકટી લાદી લોકશાહીના મુલ્યોને ખતમ કરવામાં આવ્યા, અખબારો પર સેન્સરશીપ લાદવામાં આવી અને દેશભરમાંથી અનેક કાર્યર્ક્તાઓને કટોકટી હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા હતા.

આ કટોકટીના કાળની યાદ અપાવવા અને શહેર ભાજપ ધ્વારા તા.રપ જૂન, સાંજે 6:00 કલાકે શહેરના તમામ વોર્ડમાં જેમાં વોર્ડ-1માં નાણાવટી ચોક, વોર્ડ-રમાં રામેશ્ર્વર ચોક, વોર્ડ-3માં આંબલીયા હનુમાન, વોર્ડ-4માં  જકાતનાકા મોરબી રોડ, વોર્ડ-પમાં પારૂલ બગીચો, વોર્ડ-6માં જીનીવા ચોક સંત કબીર રોડ, વોર્ડ-7માં કીસાનપરા ચોક, વોર્ડ-8માં કોટેચા ચોક, વોર્ડ-9માં રૈયા ચોકડી,  વોર્ડ-10માં ઈન્દીરા ચોક, વોર્ડ-11માં મવડી ચોક, વોર્ડ-1રમાં ઉમીયા ચોક, વોર્ડ-13માં સ્વામીનારાયણ ચોક, વોર્ડ-14માં પવનપુત્ર ચોક, વોર્ડ-1પ ખોડીયાર પરા, વોર્ડ-16માં કેદારનાથ ગેઈટ, વોર્ડ-17માં ભક્તિ હોલ સહકાર રોડ, વોર્ડ-18માં શીવભવાની ચોક, કોઠારીયા ગામ ખાતે ધરણા યોજાશે. તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ શાહ ધ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે  સાંજે 7:00 વાગ્યે યુવા ભાજપના કાર્યર્ક્તાઓને વક્તવ્ય આપશે.