Abtak Media Google News

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર : ત્રણ દિવસ હળતાલનો નિર્ણય

આંગણવાડી આશા વર્કર તથા ફસીલીએટરના પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા પંચાયત અને કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં  મહિલા કર્મચારીઓએ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્રણ દિવસ હળતાળનો નિર્ણય જાહેર કર્યો હતો.રાજ્યમાં એક લાખ જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ-ચાર માસથી મુખ્ય મંત્રી માતૃત્વ યોજનાની કામગીરી દિવસ રાત જોયા વિના કરી રહી છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે કામ કરતી બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા રજુઆત કરાઈ હતી.

Dsc 4854

આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરીયાતને મળતા લઘુતમ વેતન આપવું. તેમજ વચગાળાની રાહતરૂપે વર્કરને મળતા રૂપિયા 7800માં વધારો કરીને રૂપિયા 12000 કરવા તેમજ હેલ્પરને મળતા રૂપિયા 3900માં વધારો કરીને રૂપિયા 11000 કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત 2019માં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ સારી ક્વોલિટીના નથી તો સરકાર તેમને સારી ક્વોલિટીના મોબાઈલ આપે, તેમજ તમામ રાજ્યોમાં નિવૃતિ વય મર્યાદા 60 વર્ષથી ઉપરની છે જ્યારે ગુજરાતમાં નિવૃતિ વય મર્યાદા 58 વર્ષની છે જેમાં બે વર્ષનો વધારો કરીને 60 વર્ષ કરવામાં આવે. તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને ગ્રેચ્યુઈટીની રકમ તાકીદે ચૂકવવામાં આવે તથા પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ યોજના લાગુ કરવા માંગ કરાઈ હતી.

રાજ્ય સરકારની પોષણ સુધા યોજનામાં લાભાર્થી-સગર્ભા માતાના પૂર્ણ ભોજન માટે માત્ર રૂપિયા 19 જેવી મશ્કરી સમાન રકમ આપવામાં આવે છે. તેમાં વધારો કરીને તે રકમ રૂપિયા 80 સુધીની કરવી. તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને જિલ્લા અને તાલુકા ફેર બદલીની તક આપવા, વર્કર માંથી સુપરવાઈઝરનું અને હેલ્પર માંથી વર્કર તરીકે પ્રમોશન 50 ટકા જગ્યા ઉપર આપવાના કેન્દ્ર સરકારના પરિપત્રની અમલવારી કરીને તાત્કાલીક પ્રમોશન આપવા સહિતના મુદ્દાઓના નિરાકણ કરવા માટે ધારણા યોજી રજુઆત કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.